સુરત શહેરમાં રીક્ષા ચાલક બન્યો મસીહા! કેવી રીતે બાળકો અને મહિલાનો જીવ બચાવ્યો જાણો

Share with:


Views 🔥 web counter

સમગ્ર રાજ્યમાં આપઘાત તથા હત્યાના બનાવોમાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે સૌથી વધારે બનાવો સુરત શહેરમાંથી સામે આવતા હોય છે. હાલમાં પણ આવો જ એક બનાવ સુરત શહેરમાંથી સામે આવ્યો છે. સુરતમાં આવેલ ઝાપા બજારમાં રહેતી મહિલા પોતાના બાળકની સાથે રીક્ષામાં બેસીને રિક્ષાચાલકને લઈ મક્કાઈ પૂલ ખાતે ઉતારવા માટે કહીને રીક્ષામાં જઈ રહી હતી.
ઝાપા બજારથી મક્કાઈ પૂલ બ્રિજ તરફ આવતી વખતે તે રસ્તામાં સતત રડતી રહી હતી. રિક્ષા ચાલકે પૂછ્યું કે, બેન કયા કારણસર રડો છો પણ તેણે કોઈ યોગ્ય ઉત્તર ન આપ્યો. રિક્ષાચાલકને આશંકા થઈ ગઈ કે, મહિલા મક્કાઇપુલ શા માટે જઈ રહી છે. કદાચ તે આપઘાત કરી શકે છે એવી શક્યતાને જોતા તે સતર્ક થઈ ગયો હતો.

રિક્ષાચાલકે સમયસૂચકતા દાખવી:
રિક્ષા ચાલકે સમયસૂચકતા દાખવીને મક્કાઈ પૂલ નજીક મહિલા નીચે ઉતરે એના પહેલાં જ ત્યાંથી પસાર થતાં એક પોલીસ જવાનને તેણે બોલાવી લીધાં હતાં. પોલીસને સમગ્ર બાબતે અવગત કર્યા હતા કે, મહિલા કદાચ અહીં આપઘાત કરવા માટે આવી છે. મહિલા રિક્ષામાંથી ઉતરીને બીજી બાજુ દોડી જઈ રહી હતી. રિક્ષાચાલકે થોડા સમય માટે તેને પકડી રાખીને બ્રિજ નજીક જવા દીધી ન હતી. પોલીસકર્મીને થયું કે, મહિલા આપઘાત કરવા માટે આવી છે.

અધિકારીને વાકેફ કર્યા:
પોલીસ દ્વારા ત્યાંથી પસાર થઈ રહેલ એક PCR વાનને રોકીને સમગ્ર ઘટના અંગે પોલીસ અધિકારીને વાકેફ કરવામાં આવ્યા હતાં. મહિલાને તરત જ વાનમાં બેસાડી દેવામાં આવી હતી. ત્યારપછી તેને પોલીસ મથકમાં લઈ જવામાં આવી હતી. મહિલા કોઈ અગમ્ય કારણસર આપઘાત કરવા જઈ રહી હોવાનું ચોંકાવનારું કારણ સામે આવ્યું હતું. તેનું કાઉન્સિલિંગ કર્યા પછી તેને ઘરે પાછી મોકલી દેવામાં આવી હતી.

મહિલા રડી રહિ હતી:
રિક્ષાચાલક મહંમદ અબ્રાર જણાવે છે કે, મહિલા રિક્ષામાં બેઠી ત્યારથી પોતાના સંતાનને ખોળામાં લઈ સતત રડી રહી હતી. કોઈ કારણસર તેઓ પોતે દુઃખી હોય તેવું લાગી આવ્યું હતું. મેં તેમને પૂછ્યું પણ તેમણે કોઇ યોગ્ય ઉત્તર આપ્યો નહીં. ઝાપા બજારથી લઈને મક્કાઈ પૂલ તરફ આવતા મને થોડી આશંકા ગઈ હતી કે, મક્કાઈ પૂલ ઉપર આ મહિલા કદાચ આપઘાત કરી શકે છે.

આની માટે તાત્કાલિક આ મહિલાને રોકીને એક પસાર થતા પોલીસ જવાનને સમગ્ર ઘટના અંગેની જાણ કરી હતી. મહિલા મક્કાઈ પૂલ ઉપર આપઘાત કરવા આવી હોવાનું જાણવા મળ્યું તેમજ મેં થોડી સતર્કતા દાખવીને તેમને રોકી લીધી હતી.

Share with:


Leave a Reply

Your email address will not be published.

You may have missed