દેશભરમાં નવદુર્ગાની પૂજા શરૂ થઈ ત્યારે 250થી વધુ દુર્ગાઓ રસ્તા ઉપર ઊંઘવા મજબૂર! સ્ત્રીશક્તિની ઘોર ઉપેક્ષા…. જુઓ વિડીયો…

0
દેશભરમાં નવદુર્ગાની પૂજા શરૂ થઈ ત્યારે 250થી વધુ દુર્ગાઓ રસ્તા ઉપર ઊંઘવા મજબૂર! સ્ત્રીશક્તિની ઘોર ઉપેક્ષા…. જુઓ વિડીયો…
Views: 102
0 0
Spread the love

Read Time:2 Minute, 44 Second


Views 🔥 દેશભરમાં નવદુર્ગાની પૂજા શરૂ થઈ ત્યારે 250થી વધુ દુર્ગાઓ રસ્તા ઉપર ઊંઘવા મજબૂર! સ્ત્રીશક્તિની ઘોર ઉપેક્ષા…. જુઓ વિડીયો…



અમદાવાદ આજથી નવરાત્રીનો પ્રારંભ થયો છે. ઘરે ઘરે અને મંદિરોમાં શક્તિ સ્વરૂપે સ્ત્રી શક્તિની પૂજા થાય છે ત્યારે અમદાવાદ બી.જે. મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીનીઓની દયનિય હાલત.  સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલ બી.જે. મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા યુ.જી.ના વિદ્યાર્થીનીઓ જે ગર્લ્સ હોસ્ટેલ માં રહે છે. ત્યાં અવારનવાર છતના પોપડા તૂટી રહ્યા છે. બાથરૂમના દરવાજા તૂટી ગયેલ હાલતમાં છે. સાથે સાથે અત્યંત દયનિય હાલતમાં ગંદકી અને અસુવિધાઓનો સામનો કરી રહી રહ્યા છે. ત્યારે યુ.જી હોસ્ટેલના રૂમમાં ફરી છતનો ભાગ તૂટતા વિદ્યાર્થીઓનો સંયમ પણ તૂટ્યો છે. આજે બી.જે.મેડિકલ કોલેજથી પી.આઈ.યુ. ઓફીસ સુધી વિદ્યાર્થીઓ દ્વારા રેલી કરવામાં આવી અને પોતાની માંગ રજૂ કરી. ત્યારે પી.આઈ.યુ દ્વારા કબૂલ કરવામાં આવ્યું કે હોસ્ટેલ રહેવા લાયક નથી.

સ્ત્રીશક્તિની ઘોર ઉપેક્ષા…. જુઓ વિડીયો…

અધિકારીઓમાં ઈચ્છાશક્તિનો અભાવ
એક તરફ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં પી.આઈ.યુ સ્વીકાર કરી રહ્યું છે કે યુ.જી. ગર્લ્સ હોસ્ટેલ વિદ્યાર્થીઓ માટે રહેવા લાયક નથી હોસ્ટેલ ને મરામતની જરૂર છે. ત્યારે બીજી તરફ વાતો માત્ર કાગળ ઉપર રહી છે અને ચોક્કસ વ્યવસ્થા ઉભી કરવામાં બી.જે. મેડિકલ કોલેજ નિષ્ફળ નીવડી છે.

250થી વધુ વિદ્યાર્થીનીઓ કોલેજ કેમ્પસના રસ્તા ઉપર રાત વિતાવવા મજબૂર

યુ.જી. ગર્લ્સ હોસ્ટેલની મરામત માટે અનેક રજુઆત છતાં તંત્રના પેટનું પાણી પણ ના હાલત 250 થી વધુ યુ.જી. ની વિદ્યાર્થીનીઓ અને 500 જેટલા વિદ્યાર્થીઓ પોતાના સરસામાન સાથે હોસ્ટેલ છોડી કોલેજ કેમ્પસમાં ધામા નાખ્યા છે. જેથી કરીને તાત્કાલિક અસરથી અધિકારીઓ કામ કરે પરંતુ અધિકારીઓની ઈચ્છાશક્તિના અભાવે શક્તિનું સ્વરૂપ વિદ્યાર્થીનીઓ નવરાત્રીના દિવસોમાં સ્ત્રીશક્તિની ઘોર ઉપેક્ષા થઈ રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed