બાયડના ભરવાડ ના મુવાડા ગામે સમસ્ત ભરવાડ સમાજ દ્વારા વિધાનસભાના ઉપાધ્યાક્ષ જેઠાભાઇ ભરવાડનો સન્માન સમારોહ યોજાયો

Share with:


Views 🔥 web counter

જેઠાબાઈ ભરવાડને ઘોડા પર બેસાડી વરઘોડા કઢાયો

નવનિર્મિત મંદિરમાં ઉપાધ્યક્ષ દ્વારા ૫૧ હજાર રૂપિયાનું દાન અપાયું

પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પણ રસ્તા માટે બે લાખ રૂપિયાની જાહેરાત કરી

ક્રિષ્ના પટેલ મોડાસા,
         બાયડ તાલુકાના ભરવાડ ના મુવાડા ગામે વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડ નું સન્માન સમારોહ યોજાયો. શહેરાના ધારાસભ્ય એવા જેઠાભાઇ ભરવાડ વિધાનસભાના ઉપાધ્યક્ષ બનતા ભરવાડ ના મુવાડા સમસ્ત ભરવાડ સમાજ દ્વારા અનોખી રીતે  ઘોડા પર વરઘોડો કાઢી સ્વાગત કરવામાં આવ્યું હતું. જેઠાભાઇ ભરવાડ દ્વારા નવા વર્ષ નિમિત્તે ભરવાડ સમાજ તેમજ પધારેલ તમામ સમાજના નાગરિકોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી અને સન્માન કરવા બદલ સમસ્ત ભરવાડ ના મુવાડા ગ્રામજનો અને આયોજકોનો આભાર માન્યો હતો.

            આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા બાયડ તાલુકા પ્રમુખ માનસીહ સોઢા પરમાર ,બાયડ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી મંજુલાબેન સોલંકી,અરવલ્લી જિલ્લા સંગઠનના પૂર્વ ઉપાધ્યક્ષ ભુપતસિંહ સોલંકી ,ડેમાઈ જિલ્લા પંચાયત સદસ્ય દેવેન્દ્રસિંહ સોલંકી, ડેમાઈ ગ્રામ પંચાયત સરપંચ મહેશભાઈ પટેલ ઈન્દ્રાણ તાલુકા પંચાયત સદસ્ય તેમજ પ્રાંત અધિકારી શ્રી  ઉપસ્થિત રહી જેઠાભાઇ નું સન્માન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન જેઠાભાઇ ભરવાડ દ્વારા ભરવાડ સમાજના નવનિર્મિત માતાજીના મંદિરમાં ફુલ નહિ તો ફુલની પાંખડી સ્વરૂપે ૫૧ હજાર રૂપિયાનું દાન પણ આપ્યું હતું. ભરવાડ ના મુવાડા ગામના ગ્રામજનોની માગણી ને ધ્યાને રાખી પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા દ્વારા તાલુકા પ્રાંત અધિકારી ને રજૂઆત કરતા વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડ ની હાજરીમાં બે લાખ રૂપિયાના આરસીસી રોડની મંજૂરીની જાહેરાત કરાઈ હતી .જેમાં જેઠાભાઇ ભરવાડ દ્વારા પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો પધારેલા સમગ્ર સમાજના ભાઈ બહેનો વડીલોને વ્યસનમુક્તિ  છોડી શિક્ષણ તરફ પ્રેરિત થવા અને દરેક સમાજની બેન દીકરીઓ ને ભણાવી અને શિક્ષણ ક્ષેત્રે આગળ લાવવા માટે આહવાન કર્યું હતું તથા ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલાહ નિરામય ગુજરાત મહા અભિયાન નો સંપૂર્ણપણે લાભ લેવા માટે પણ આહવાન કરાયું હતું ત્યારબાદ સમસ્ત ભરવાડ ના મુવાડા ગામની બહેનો દ્વારા જેઠાભાઇ ભરવાડ ની ઉપસ્થિતિમાં ગાયક કલાકાર કૌશિકભાઈ ભરવાડ, મયંકભાઈ રાઠોડ તેમજ નેતલબેન ઠાકોર ના મધુર કંઠે ગરબા ની મોજ પણ માની હતી.

Share with:


Leave a Reply

Your email address will not be published.

You may have missed