ઝાલાવાડમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીના શ્રીગણેશ, ઉમેદવારી ફોર્મ ભરવાનો ધમધમાટ શરૂ

Share with:


Views 🔥 web counter

ઉમેદવાર 12 વોડૅ હોય સુધી 10,000 અને 23થી વધુ વોડૅ હોય તો 30,000 ખચૅ કરી શકશે
સુરેન્દ્રનગર: મકવાણા જોરૂભા વઢવાણ
સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ પંચાયતની ચૂંટણીની તંત્ર દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે આથી આદર્શ આચાર સંહિતા અમલમાં છે ત્યારે જીલ્લાની ગ્રામ પંચાયતોની બેઠકો જીતી સરપંચ બનવા માટે એ પોતાના સમર્થને સરપંચ બનાવવા મુખ્ય પક્ષોએ કમર કસી છે આથી હાલ ફોર્મ ભરવા સહિતની પ્રક્રિયાઓ હાથ  ધરવામા આવનાર છે.

ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તા 22 નવેમ્બરના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરી રાજ્યભરની ગ્રામ પંચાયતોની મુદતો પૂરી થતી હોય ત્યાં સરપંચની ચૂંટણી યોજાવાની જાહેરાત કરી છે. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ની પણ 540 પૈકી 499 ગામડાંની સરપંચની મુદત પૂરી થતી હોવાથી ચુટણીનુ આયોજન કરાયું છે. જે મૂજબ આગમી 4 ડિસેમ્બર સુધી તમામ ગ્રામ પંચાયતની બેઠકો પર સરપંચ અને સભ્યોના ફોર્મ ભરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. ત્યારબાદ તા.6 ડિસેમ્બર સુધી ઉમેદવારી પત્રો ચકાસણી અને તા.7 ઉમેદવારી પત્રો પરત ખેંચવાની તારીખ નક્કી કરાઈ છે.

જ્યારે તા.19 ડિસેમ્બર મતદાન યોજાનાર છે. આથી આ ચુંટણીમાં જિલ્લા ભરના મતદારો પોતાના ગામનો રાજા નક્કી કરવા મતદાન કરનાર છે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં છે.આથી આ ચુંટણીમાં મહિલાઓના મતો પણ હાર-જીતનો ફેંસલો કરવામાં મહત્વનું યોગદાન આપનાર છે.

આ ચુંટણીઓ ઇવીએમ નહીં પરંતુ બેલેટ પેપરથી યોજાનાર છે.
આમતો ગ્રામ પંચાયતની ચૂંટણી કોઈ પક્ષ નથી લડતો પરંતુ પોતાના સમર્થક સરપંચ બંને માટે પક્ષોએ પોતાનું એડીચોટીનું જોર લગાવવામાં આરંભી દિધું છે. તાજેતરમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપ ભારે રહ્યું હતું. પરંતુ આપે પણ પોતાની હાજરી નોંધાવી છે.આ ગ્રામ પંચાયતની ચૂંટણી આગામી વિધાનસભા ચૂંટણી પેહેલા ગામડાંઓ સર કરવાનો અવસર જેવી છે. આથી તમામ પક્ષો પોતાની સ્થિતિ મજબૂત કરવા પોતાનું જોર અજમાઈશ કરી વિધાન સભા પેહલા બળાબળના પારખાં કરશે.

Share with:


Leave a Reply

Your email address will not be published.

You may have missed