મોડાસા રૂરલ પોલીસ બોડી ગામ પાસેથી ૯૦,૪૦૦ રૂપિયાનો વિદેશી દારૂ સાથે એકની અટકાયત કરી

Share with:


Views 🔥 web counter

કિષ્ના પટેલ મોડાસા

મોડાસાના બોડીગામ પાસેથી પોલીસે નાકા બંધી દરમ્યાન પલસર મોટર સાઇકલને રોકીને ભારતીય બનાવટનો 90,400 રૂપિયાનો વિદેશી દારૂના મુદ્દામલ સાથે પોલીસે એક આરોપીની અટકાયત કરી હતી. 

     અરવલ્લી જિલ્લા પોલીસ વડા સંજય ખરાત તેમજ નાયબ પોલીસ અધિક્ષક બી બી બસિયાના માર્ગદર્શન હેઠળ પી આઈ એમ બી તોમર તેમજ તેમની ટિમ દ્વારા મોડાસા રૂરલ પોલિસ વિસ્તારના  મેઢાસણ- બોડી ગામ તરફ જતાં રોડ ઉપર પ્રોહીવોચમાં હતા તે દરમિયાન  પોલીસને મળેલી  બાતમી આધારે પોલીસ વોચમાં હતી.ત્યારે મેઢાસણ તરફથી એક પલ્સર મોટર સાઇકલ ઉપર એક ઇસમ વિદેશી  દારૂ લઈ બોડી ગામ તરફ આવી રહ્યો છે ની માહિતીના આધારે બોડી ગામની સીમમાં નાકાબંધીમાં કરવામાં આવી હતી. તે દરમ્યાન ઉપરોક્ત બાતમી હકીકત વાળી પલ્સર મોટર સાયકલ આવતાં નંબર- જી.જે૩૧.પી.૦૫૮૮ ની આવતા પલ્સર મોટરસાયકલના ચાલકને લાકડીઓ તથા હાથનો ઇશારો બતાવી ઉભી રખાવી મોટર સાયકલના ચાલકને કોર્ડન કરી પકડી લેવામાં આવ્યો હતો. મોટરસાયકલ ઉપર આગળના ભાગે મુકેલ કોથળામાં ભરલે ભારતીય બનાવટની અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ ક્વાટર નંગ-૧૦૨ ની કુલ રૂ.૨૦,૪૦૦/- તથા પલ્સર મોટરસાયકલની કિંમત રૂ.૭૦,૦૦૦/- મળી કુલ મુદામાલ રૂ.૯૦,૪૦૦/- મત્તાના મુદ્દામાલ સાથે આરોપી પારઘી કરણકુમાર નકવનભાઇ રહે.અણસોલ તા.ભિલોડા જી.અરવલ્લી ની પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરાઈ  છે.

Share with:


Leave a Reply

Your email address will not be published.

You may have missed