હૃદયની જન્મજાત ખામીવાળા બાળકો માટે Congenital heart disease વિશેષ કાર્યક્રમ  જન-જાગૃતિ સપ્તાહ ઉજવણી

હૃદયની જન્મજાત ખામીવાળા બાળકો માટે Congenital heart disease વિશેષ કાર્યક્રમ  જન-જાગૃતિ સપ્તાહ ઉજવણી

Share with:


હૃદયની જન્મજાત ખામીવાળા બાળકો માટે Congenital heart disease વિશેષ કાર્યક્રમ  જન-જાગૃતિ સપ્તાહ ઉજવણી
Views 🔥 web counter

Congenital heart disease: શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમમાં જન્મથી લઇને ૧૮ વર્ષની ઉંમર સુધીના બાળકોની 4D (ડિફેકટ, ડેફિસીયન્સી, ડીસીઝ અને ડેવેલોપમેન્ટ ડીલે) માટે તપાસ કરી સારવાર કરવામાં આવે છે

Congenital heart disease; કન્જનાઇટલ હાર્ટ ડીસીઝના બાળકો માટે સ્ક્રીનીંગ કરવામાં આવ્યું

અમદાવાદ: Congenital heart disease: ગુજરાતમાં કન્જનાઇટલ હાર્ટ સંલગ્ન રોગોના બાળકોનું વહેલામાં વહેલું નિદાન થાય તે માટે સ્ટેટ આર.બી.એસ.કે. સેલ દ્વારા યુ.એન.મહેતા ઇન્સ્ટીટયુટ ઓફ કાર્ડીયોલોજી અને રીસર્ચ સેન્ટર, અમદાવાદના સહયોગથી તા.૭,૯ અને ૧૦ ના રોજ વેબીનાર અને તા.૧૧ ના રોજ સેટકોમ દ્વારા ડીલીવરી પોઇન્ટ (મેડીકલ કોલેજ, જીલ્લા હોસ્પિટલ, સામુહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, એસ.એન.સી.યુ.) DEIC અને RBSK ના સ્ટાફ તેમજ આશા વર્કરોને ટ્રેનીંગ પુરી પાડવામાં આવી હતી.

૧૪ ફેબ્રુઆરી ના રોજ યુ.એન.મહેતા ઇન્સ્ટીટયુટ ઓફ કાર્ડીયોલોજી અને રીસર્ચ સેન્ટર, અમદાવાદની નિષ્ણાંત તબીબોની ટીમના સહયોગથી GMERS સીવીલ હોસ્પિટલની DEIC, ગાંધીનગર ખાતે કન્જનાઇટલ હાર્ટ ડીસીઝના બાળકો માટે સ્ક્રીનીંગના (Neonatal & Pediatric Screening Camp) કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.

કન્જનાઇટલ હાર્ટ ડીસીઝના બાળકો માટે સ્ક્રીનીંગના (Neonatal & Pediatric Screening Camp) કેમ્પમાં ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના લાભાર્થીઓનો સમાવેશ કરવામાં આવેલ હતો. જેમાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની મોબાઇલ હેલ્થ ટીમો દ્વારા કુલ ૭૪ બાળકોને સેન્ટરે લાવવામાં આવ્યા હતા.

બાળકોને કેમ્પમાં કાર્ડીયોલોજીસ્ટ અને પ્રીડીયાટ્રીશીયન દ્વારા તપાસ કરવામાં આવેલ તેમજ ઇકો કાર્ડીયોગ્રામ કરીને નિદાન કરવામાં આવેલ. જે બાળકને કન્જનાઇટલ હાર્ટ ડીસીઝ અથવા અન્ય હૃદયની તકલીફ જણાઇ આવેલ તેમને ઓપરેશન માટે યુ.એન.મહેતા હોસ્પિટલ દ્વારા તારીખ આપી આગળની સારવાર પુરી પાડવામાં આવશે.

રાજયના અલગ-અલગ જીલ્લાઓમાં આરોગ્ય સંસ્થાઓ ખાતે ‘‘કન્જનાઇટલ હાર્ટ ડીસીઝ‘‘ માટે જનજાગૃતિ થાય તે માટેની પ્રવૃતિઓ કરવામાં આવી.રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ પ્રોગ્રામ અંતર્ગત દરેક પ્રસુતિ સ્થળ પર જન્મનાર દરેક નવજાત બાળકની જન્મજાત ખામી માટે તપાસ કરવામાં આવે છે. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ પ્રોગ્રામ અંતર્ગત મોબાઇલ હેલ્થ ટીમો દ્વારા આંગણવાડી અને શાળાઓ તેમજ ડીલીવરી પોઇન્ટ ખાતે જન્મજાત ખામી વાળુ બાળક જણાઇ આવે તો રીફર કરીને વિનામૂલ્યે સારવાર પુરી પાડવામાં આવે છે

કોઇપણ આવક મર્યાદાને ધ્યાને લીધા સિવાય શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ૦ થી ૧૮ વર્ષના શાળાએ જતા અને શાળાએ ન જતા તમામ બાળકોની સારવાર વિનામૂલ્યે કરવામાં આવે છે. તેમજ રાજયમાં હૃદયરોગને લગતી સારવાર યુ.એન.મહેતા હોસ્પિટલ, અમદાવાદ ખાતે પુરી પાડવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત જન્મથી લઇને ૧૮ વર્ષની ઉંમર સુધીના બાળકોની 4D (ડિફેકટ, ડેફિસીયન્સી, ડીસીઝ અને ડેવેલોપમેન્ટ ડીલે) માટે તપાસ કરી સારવાર કરવામાં આવે છે.

Share with:


Leave a Reply

Your email address will not be published.

You may have missed