સૌરાષ્ટ્રના જીલ્લાઓમાંથી ૧૦૦ કરતા વધુ ગેરકાયદેસર હથિયારોના કારોબારનો પર્દાફાશ કરતી ગુજરાત ATS

સૌરાષ્ટ્રના જીલ્લાઓમાંથી ૧૦૦ કરતા વધુ ગેરકાયદેસર હથિયારોના કારોબારનો પર્દાફાશ કરતી ગુજરાત ATS

Share with:


સૌરાષ્ટ્રના જીલ્લાઓમાંથી ૧૦૦ કરતા વધુ ગેરકાયદેસર હથિયારોના કારોબારનો પર્દાફાશ કરતી ગુજરાત ATS
Views 🔥 web counter

મેં મહિના માં ATS એ  ગેરકાયદેસર હથિયાર ઝડપી પાડ્યા હતા

ATS એ તપાસ ના અંતે કુલ 45 આરોપીઓ અને 98 હથિયાર અને 18 કાર્ટુસ કબ્જે કર્યા

દેવેન્દ્ર બોરીયા અને ચાંપરાજ ખાચર બે આરોપીઓ દ્વારા છેલ્લા 2 વર્ષ માં 100 કરતા વધુ ગેરકાયદે હથિયાર વેચાણ કર્યા

ATS ની તપાસ માં સૌરાષ્ટ્ર ના સુરેન્દ્રનગર, બોટાદ,અને રાજકોટ માં ગેરકાયદે હથિયારો વેચ્યા હતાં

અમદાવાદ:૧૮’૦૭’૨૦૨૨,સોમવાર

ગુજરાત ATS દ્વારા સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓ માંથી મસમોટો ગેરકાયદેસર હથિયારના કારોબારનો ઝડપી પાડ્યો છે. ગત તા.૦૩/૦૫/૨૦૨૨ ના રોજ ATS ગુજરાતના નાયબ પોલીસ અધિક્ષક  હર્ષ ઉપાધ્યાય નાઓને બાતમી હકીકત આધારે લીમડી સબ જેલમાંથી પેરોલ જમ્પ કરી નાસતો ફરતો આરોપી દેવેન્દ્ર ઉર્ફે ડેન્ડ્રુ તથા તેનો સાગરીત ચાંપરાજ ખાચર પોતાના કબ્જામાં વગર લાયસન્સના ૪ ગેરકાયદેસર હથિયારો સાથે ગીતા મંદિર એસ.ટી. સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડેલ.

જેમાં વધુ તપાસ કરતા  ગુનાની તપાસ ગુજરાત ATS PSI કે એસ પટેલ ગુનાની તપાસ દરમ્યાન આરોપીઓના રીમાન્ડ મેળવી વધુ પૂછપરછ તપાસ કરતા તેઓએ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ જીલ્લાઓમાં કેટલાંક ઇસમોને ગેરકાયદેસર હથિયારો વેચેલાનું જણાવતા અત્યાર સુધીની તપાસનાં અંતે કુલ ૪૫ આરોપીઓ તથા કુલ પિસ્ટલ તથા દેશી હાથ બનાવટનો તમંચા મળી કુલ-૯૮ ગેરકાયદેસર હથીયારો તથા કારતુસ નંગ ૧૮ સાથે પકડી સમગ્ર મામલે મોટો ગુનો ઉકેલાયો. 


Share with:


Leave a Reply

Your email address will not be published.

You may have missed