અમદાવાદનો એક વ્યક્તિ છેલ્લા ૧૫ વર્ષથી સ્વતંત્રતા દિવસની અનોખી ઉજવણી કરે છે. બે હજારથી વધુ ઝંડાઓનું વિતરણ અને એ પણ આઝાદીના સ્કૂટર પર

અમદાવાદનો એક વ્યક્તિ છેલ્લા ૧૫ વર્ષથી સ્વતંત્રતા દિવસની અનોખી ઉજવણી કરે છે. બે હજારથી વધુ ઝંડાઓનું વિતરણ અને એ પણ આઝાદીના સ્કૂટર પર

Share with:

અમદાવાદનો એક વ્યક્તિ છેલ્લા ૧૫ વર્ષથી સ્વતંત્રતા દિવસની અનોખી ઉજવણી કરે છે. બે હજારથી વધુ ઝંડાઓનું વિતરણ અને એ પણ આઝાદીના સ્કૂટર પર
Views 🔥 web counter

અમદાવાદ: ૧૫/૦૮/૨૦૨૨’ સોમવાર
દેશભરમાં અને વિદેશમાં પણ ભારતીયો ૧૫મી ઓગસ્ટના રોજ આઝાદીનો દિવસ મનાવે છે ત્યારે અમદાવાદના મેમકો વિસ્તારમાં રહેતા લેડિઝ ચપ્પલના વેપારી લક્ષ્મી નારાયણ ગજ્જર આઝાદીની ઉજવણી અનોખી રીતે કરે છે. લક્ષ્મી નારાયણ પોતાના સ્કુટરને આઝાદીના રંગે રંગી અને શણગારીને વહેલી સવારે નીકળી પડે છે. અને મેમકો, બાપુનગર, અસારવા, શાહીબાગ વિસ્તારમાં આઝાદીના નારા અને વંદે માતરમ ના નારા સાથે લોકો પાસે જાય છે. સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ આપે છે અને દરેક લોકોને ઝંડો પણ આપે છે. જ્યારે લક્ષ્મી નારાયણ નું આઝાદીનું સ્કૂટર પણ જબરદસ્ત આકર્ષણ જમાવે છે જ્યાં લોકો સેલ્ફી અને ફોટા પડાવવા માટે પડાપડી કરે છે.

આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લક્ષ્મી નારાયણ ગજ્જરની મુલાકાત ધીમોબાઇલ્સન્યુઝ સાથે થઈ.  લક્ષ્મી નારાયણ ગજ્જર પોતાના પુત્ર સાથે આજે આઝાદીની સવારીએ નીકળ્યા હતા . લક્ષ્મી નારાયણ ગજ્જરે જણાવ્યું કે તેઓ છેલ્લા 15 વર્ષથી આ પ્રકારે આઝાદીની ઉજવણી કરે છે.

Share with:

Leave a Reply

Your email address will not be published.

You may have missed