કૃખ્યાત અજ્જુનો વિડીયો વાઇરલઃ રાજુ ગેંડીને “ટોમી કુત્તા” કહીને વિડીયો દ્વારા આપી ધમકી! જુઓ વિડીયો

0
કૃખ્યાત અજ્જુનો વિડીયો વાઇરલઃ રાજુ ગેંડીને “ટોમી કુત્તા” કહીને  વિડીયો દ્વારા આપી ધમકી! જુઓ વિડીયો
Views: 79
0 0
Spread the love

Read Time:3 Minute, 41 Second


પૂર્વમાં મોટી માથાકૂટના એંધાણ!
દારૂની ગ્લાસ સાથે અજજુની ભાઈગીરી
આબુમાં જે દિવસે મળશે ત્યારે સારી રીતે વાત

અમદાવાદઃ સરદારનગર વિસ્તારમાં મારમારી, ખંડણી જેવા અનેક ગંભીર ગુનામાં સંડોવાયેલો કૃખ્યાત અજય ઉર્ફે અજ્જુ ચોર રાઘાણીનો એક ધમકી ભર્યો વિડીયો વાઇરલ થયો છે જેમાં તે બુટલેગર રાજુ ગેંડીને ધમકી આપી રહ્યો છે. રાજુ ગેંડી ટોમી કુત્તા હૈ તેવુ કહીને અજ્જુએ ધમકી આપતા પોલીસે તપાસ શરૂ કરી છે. અજ્જુએ ચિક્કા દારૂ પીધેલી હાલતમાં છે અને તેના હાથમાં દારૂનો ગ્લાસ પણ છે.

ગત વર્ષે રાજુ ગેંડી તેના પુત્ર વિક્કી અને રવિ સહિત કેટલાક લોકો વિરુદ્ધ અજ્જુ અને તેના સાગરીતોએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિષની ફરિયાદ કરી હતી જેમાં રાજુ ગેંડી અને રવી વોન્ટેડ છે. કૃખ્યાત અજ્જુ વિરુદ્ધ અનેક ગુના દાખલ થયા છે અને તે ખોટી ફરિયાદ કરવા માટે ટેવાયેલો છે. ગુજરાતમાં દારૂ બંધી હોવા છંતાય અજ્જુ દારૂ પી રહ્યો છે જેમા તેને એક વિડીયો ઉતાર્યો છે.

વિડીયોમાં અજ્જુ ચોરે કહ્યુ છેકે ઇસમે ડાલા બ્લેન્ડર…જીસમે રાજુ ગેંડી ટોમી કુત્તા હૈ…ટોમી મેરા કુત્તૈ જો બારબાર મુજે બોલતા હૈ સમાઘાન કરનેકે લીયે…પર મે સમાધાન નહી કરતા ઉસકો એસી જેલ દીખાઉંગાના કે ઉસકો પૈસે કોઇ કામમે નહી આપેગે..પર કહેનેકા મતલબ યે હે ટોમી કુત્તા હે રાજુ ગેંડી શોર્ટમે બોલતા હું..પીઝા નહી મંગા શકતા હે..જો મે હેવીમે હેવી પીતા હું ઉસમે ડાલકે પીતા હું. ઉસકા મજા લેના ચાહીયે.. ટોમી કુત્તા હેના મેરા મજા નહી આતા હૈ…ઉસકે બાદ રાજુ ગેંડી કૈ પાસ ઇતના પૈસા હેકી કોઇ ખા નહી શકતા હૈ..લેકીન મેરે પાસ પૈસે કમ હૈ પર મે પૈસે કા મજા લેતા હું..યે ટોમી કુત્તા કોઇ મજા નહી લેંગા ઓર વો બારબાર વોન્ટેડ હોતા રહેગા મજા હમ લેતે રહેગેં..માઉન્ટ આંબુમે જીસ દીન મીલેંગે ઉસ દીન હમ ઉસકો બાત કરેંગે અચ્છે નમુનેસે.

આ વિડીયો સોશિયલ મીડીયામાં વાઇરલ થતા આવનારા દિવસોમાં કોઇ મોટી માથાકુટ થાય તેવી પણ શક્યતાઓ છે. જે રીતે અજ્જુએ વિડિયો વાઇરલ કરીને રાજુ ગેંડી અને તેમના પરિવારને ઉશ્કેરવાની કોશિષ કરી છે તે જોતા ભવિષ્યમાં કોઇ માથાકુટ થાય તો તેમા જીમ્મેદાર કોણ ગણાશે. ગત વર્ષે એરપોર્ટ પોલીસે જે હત્યાની કોશિષનો ગુનો દાખલ કર્યો હતો તે કેસમાં પણ પહેલા અજ્જુએ વોટ્સએપ કોલ કરીને રાજુ ગેંડીના પુત્ર વિક્કીને ગાળો આપીને ઉશ્કેર્યો હતો. હાલ પોલીસે આ વિડીયોના આધારે તપાસ શરૂ કરી છે અને ગુનો પણ દાખલ થાય તેવી શક્યતા છે.

Views 🔥 કૃખ્યાત અજ્જુનો વિડીયો વાઇરલઃ રાજુ ગેંડીને “ટોમી કુત્તા” કહીને  વિડીયો દ્વારા આપી ધમકી! જુઓ વિડીયો

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed