AMC: મોટો નિર્ણય, 20 વર્ષના બાકી ટેક્સના વ્યાજમાં માફી અપાશે

<strong><em>AMC: મોટો નિર્ણય, 20 વર્ષના બાકી ટેક્સના વ્યાજમાં માફી અપાશે</em></strong>
Views: 81
0 0
Spread the love
Read Time:2 Minute, 39 Second

  • AMCએ કુલ 1500 કરોડની રકમનું વ્યાજ માફ કર્યુ
  • નાગરિકો વ્યાજના કારણે રકમ ભરપાઈ નહોતા કરતા

અમદાવાદ:

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2023-24નું સુધારા સાથેનું બજેટ રજુ કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશ્નરે સૂચવેલા 8400 કરોડના બજેટમાં સ્ટેન્ડિંગ કમિટીએ 1084 કરોડનો વધારો કરીને અમદાવાદનુ 2023-24નું બજેટ રજૂ કર્યું છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં શહેરીજનોને પ્રોપર્ટી ટેક્સમાં મોટી રાહત આપવામાં આવી છે. તે ઉપરાંત સત્તાધિશોએ વ્યાજમાફીને લઈને મોટો નિર્ણય કર્યો છે. શહેરીજનોને 20 વર્ષના બાકી ટેક્સના વ્યાજમાં માફી અપાશે. 

AMCએ કુલ 1500 કરોડની રકમનું વ્યાજ માફ કર્યું


રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓને ટેક્સમાં વ્યાજમાફીને લઈને આદેશ કરવામાં આવ્યો હતો. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વ્યાજમાફીને લઈને મોટો નિર્ણય લીધો છે. નાગરીકો વ્યાજના કારણે રકમ ભરપાઈ નહોતા કરી શકતા. ત્યારે AMCએ કુલ 1500 કરોડની રકમનું વ્યાજ માફ કર્યું છે. જ્યારે આવક માટે શહેરમાં કોર્પોરેશનના પ્લોટને વેચીને આવક ઉભી કરાશે. 

3974 કરોડના વિકાસના કામો મુકવામા આવ્યા


અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા વિકાસના કાર્યો પાછળ રૂપિયા 3500 કરોડ ફાળવવામાં આવ્યા હતા. જેમાં રૂ. 474 કરોડનો વધારો કરી રૂ. 3974 કરોડના વિકાસના કામો મુકવામા આવ્યા છે. રોડ રસ્તા, ગટર, પાણી, બ્રિજ, પાર્કિંગ, ટ્રાફિક, ટ્રાન્સપોર્ટેશન, હેલ્થ, હોસ્પિટલ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, કોમ્યુનિટી હોલ, જાહેર સુવિધાઓ, બાગ બગીચા, નેચરલ પાર્ક, સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને સ્માર્ટ સિટી હેઠળ અનેકવિધ નવા આયોજનો મૂકી અને અમદાવાદના નાગરિકોને સારામાં સારી સુવિધાઓ મળી રહે તેવું આયોજન ચાલુ વર્ષના બજેટમાં કરવામાં આવ્યું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed

Translate »