ડિસમિસ કરેલા પોલીસકર્મી પર થશે પાસા! ખાણખનિજ ચેકિંગ ટીમની ગાડીમાં GPS ટ્રેકર લગાવનાર ભેજાબાજ અમદાવાદનો ડીસમીસ પોલીસ કર્મી નિકળ્યો, LCB એ ઝડપ્યો

<strong>ડિસમિસ કરેલા પોલીસકર્મી પર થશે પાસા! ખાણખનિજ ચેકિંગ ટીમની ગાડીમાં GPS ટ્રેકર લગાવનાર ભેજાબાજ અમદાવાદનો ડીસમીસ પોલીસ કર્મી નિકળ્યો, LCB એ ઝડપ્યો</strong>
Views: 106
0 0
Spread the love
Read Time:4 Minute, 54 Second

અરવલ્લી પોલીસે મોડાસા શહેર પોલીસ મથકમાં ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન ડીસમીસ કરવામાં આવેલ પોલીસ કર્મચારી જ ભેજાબાદ હોવાનુ સામે આવ્યુ હતુ. પોલીસ હવે પાસાની કાર્યવાહી કરશે.

અરવલ્લી જિલ્લાના ભૂસ્તરશાસ્રીની ચેકિંગ ટીમ પર વોચ રાખવાના મામલાની ફરિયાદ નોંધાયા બાદ મોડાસા LCB એ 2 આરોપીઓની ધરપકડ કરી છે. બંને આરોપીઓએ GPS ટ્રેકર લગાવીને ખાણ ખનીજ વિભાગની સરકારી ચેકિંગ માટેની જીપ અંગે લાઈવ લોકેશન અપડેટ મેળવતા રહેતા હતા. વોચ રાખવાની ઘટનાને લઈ મામલાની ગંભીરતા પૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી. ગાંધીનગર રેન્જ IG અભય ચુડાસમાએ LCB ને તપાસ માટે સૂચના આપી હતી. સાથે જ સાયબર ટીમને પણ તપાસમાં જોડવામાં આવી હતી. અધિકારીઓના લોકેશન ટ્રેશ કરવા માટે આરોપીઓએ GPS ટ્રેકર લગાવ્યું હતું. GPS બોક્ષમાં બે સીમકાર્ડ મળી આવતા સાયબર સેલ પણ તપાસમાં મદદ લેવાઈ હતી. ત્યારે આ મામલે અરવલ્લી જિલ્લા LCB એ ભિલોડા તાલુકાના વતની પ્રભુદાસ મેણાત અને ઉપેન્દ્ર ડોડીયા નામના બે આરોપીની ધડપકડ કરી હતી. આમ તપાસ દરમિયાન ડીસમીસ કરવામાં આવેલ પૂર્વ પોલીસ કોન્સ્ટેબલ સહિત 2 શખ્શોને LCB ટીમે ઝડપી પાડ્યા છે.

ડીસમીસ કરવામાં આવેલો પોલીસ કોન્સ્ટેબલ ગુનાહીત ઈતિહાસ ધરાવે છે. તે અગાઉ દારુની હેરાફેરી જેવા ગુનાઓમાં પાંચ વાર પોલીસના હાથે ઝડપાઈ ચુક્યો છે. ગાંધીનગર, અમદાવાદ સહિતની પોલીસ દ્વારા તેને અગાઉ ઝડપવામાં આવ્યો હતો.

આરોપીઓ સામે પાસાની કાર્યવાહી કરાશે
SP સંજય ખરાતે આ અંગેની વિગતો મીડિયાને આપતા જણાવ્યુ હતુ કે, તપાસ દરમિયાન જીપીએસ ટ્રેકરમાં લગાવેલ સિમ કાર્ડ આધારે ટીમ આરોપીઓ સુધી પહોંચવામાં સફળ રહી હતી. બંને આરોપીઓની મોડસ ઓપરેન્ડી અને તેઓ અપડેટનો કેવી રીતે ઉપયોગ કરતા હતા તેની વિગતો પૂછપરછ અને અન્ય માધ્યમથી મેળવવામાં આવી રહી છે. આરોપીઓ સામે પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.

જિલ્લા ભૂસ્તરશાસ્ત્રીની સરકારી જીપમાં GPS ટ્રેકર લગાવ્યુ હતુ અને જેને લઈ મોડાસા શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેને લઈ સ્થાનિક પોલીસે ટ્રેકરને લઈ તપાસ હાથ ધરી હતી. આ માટે જીપીએસ ટ્રેકરમાં લાગેલા બંને સિમ કાર્ડ કોના નામના હતા અને ટ્રેકિંગને લઈ કોણ અપડેટ મેળવી રહ્યુ છે, તેની તપાસ શરુ કરવામાં આવી હતી. આ માટે સિમકાર્ડના આધારે આરોપીઓ સુધી પહોંચવાની વિગતો મોબાઈલ નેટવર્ક કંપની પાસેથી વિગતો મેળવવામાં આવી હતી.

ચેકિંગ ટીમ પર રખાતી હતી વોચ
ખનિજ માફિયાઓ દ્વારા સતત ભૂસ્તરશાસ્ત્રીની ચેકિંગ ટીમ પર નજર રાખવાને લઈ GPS ટ્રેકર લગાવવામાં આવ્યુ હતુ. પહેલા ટ્રેકર ડ્રાયવરની નજરમાં આવતા તેણે તેને નિકાળીને ઘરે રાખી દીધુ હતુ. પરંતુ ફરીથી મોડાસા થી ધનસુરા વિસ્તારમાં ચેકિંગ માટે નિકળતા કોઈ જ કાર્યવાહી પોતાના ચેકિંગને લઈ થઈ રહી નહોતી. કારણ કે કોઈ જ ખનિજ વાહન હેરફેર કરતા જોવા મળી રહ્યા નહોતા. જેને લઈને ટીમને આશ્ચર્ય સર્જાયુ હતુ. અધિકારીઓએ આ માટે સરકારી જીપમાં બેઠા બેઠા આ અંગે ચર્ચા કરતા જ ચાલકે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.
ચાલકે અધિકારીઓને બતાવ્યુ કે, એક ટ્રેકર જેવુ ઉપકરણ લગાવેલુ મળ્યુ હતુ. જેને તેણે નિકાળ્યુ હતુ. આ સાંભળી ગાડીને ઉભી રાખીને ફરીથી ચેક કરતા ફરીથી એક ઉપકરણ લગાડેલુ જોવા મળ્યુ હતુ. જે GPS ટ્રેકર હોવાનુ જણાતા આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટના અંગે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed

Translate »