ભાનું અને પવને, પવનની ગતિએ ચોરી કરી કાર! સોલાની કાર પહોંચી અમીરગઢ

- અમદાવાદથી ચોરાયેલ ઇનોવા કાર અમીરગઢ પાસે ઝડપાઇ
- પોલીસે ઇનોવા કાર સાથે બન્ને આરોપીઓને ઝડપી લીધા
વાહન ચોરી એ રોજિંદી ઘટના થઈ ગઈ છે. શહેરમાં વાહન ચોરીની ફરિયાદ ઉઠે છે. ત્યારે અમદાવાદ ખાતેથી ચોરાયેલ ઇનોવા ગાડીના ચોરને અમીરગઢ પોલીસે ઝડપી પાડ્યો છે. જેમાં અમીરગઢ પોલીસ અમીરગઢ ચેક પોસ્ટ પર વાહન ચેકીંગ દરમિયાન બાતમી હકીકત આધારે પાલનપુર તરફથી આવતી એક ઇનોવા ગાડી ને રોકાવી પોલીસ પૂછતાસ કરતા શંકાસ્પદ બંને ઈસમો ને અમીરગઢ પોલીસ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પેટ્રોલિંગ દરમ્યાન ઝડપાયા ઇનોવા ચોર
પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા સરહદી રેન્જ ભુજ તેમજ બનાસકાંઠા પાલનપુર પોલીસ અધિક્ષક અક્ષયરાજ સાહેબ નાઓએ ચોરીના બનતા અટકાવવા સારુ પેટ્રોલીંગ રાખવા સુચના કરેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક ડૉ . કુશલ ઓઝા ડીસા વિભાગ ડીસા નાઓના માર્ગદર્શન હેઠળ એમ.આર.બારોટ પો.ઈન્સ અમીરગઢ પોલીસ સ્ટેશનનાઓ અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તાર પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પોલીસ અધિક્ષક નાઓએ અમદાવાદ ખાતેથી ચોરાયેલ ગાડી GJ – 01WH – 3344 બાબતે વોચ તપાસમાં રહેવા સુચના આપતાં પોલીસ સ્ટાફના માણસો સાથે અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ ખાતે ચોરાયેલ ગાડી બાબતે વોચ તપાસમાં હતા દરમ્યાન પાલનપુર તરફથી સદર ઇનોવા ગાડી આવતાં ગાડીને જે તે સ્થિતિમાં ચાલક તથા બાજુમાં બેઠેલ ઇસમને પકડી પાડી સદર ગાડી બાબતે સઘન પુછપરછ કરતાં અમદાવાદ ખાતેથી ચોરીને ભાગેલ હોવાનુ જણાવતાં સદરહુ ગાડી બાબતે સોલા પોલિસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ હોય અમદાવાદ પોલીસને ઇનોવા ગાડી બન્ને આરોપી ( 1 ) પવનસીંહ માધુસીંહ ચૌહાણ રહે.જમના પાર્ક હોમ ટાઉન દેહરાદુન ઉતરાખંડ હાલ રહે.અમદાવાદ તેમજ ( 2 ) ભાનુપ્રતાપસીંહ રાજેન્દ્રસીંહ રહે.ખડવા તા.સવાઇપુર જી.હરદોઇ હાલ રહે.અમદાવાદનાઓને સોપી વાહન ચોરીનો ગુનો ઉકેલાયો.