ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ પ્રોસેસ થઇ ઇઝી!જાણો હવે કઇ ઉંમરના લોકો મેળવી શકશે ડોનેટેડ ઓર્ગન

કેન્દ્ર સરકારે અંગ પ્રત્યારોપણ નીતિ (Organ Transplant Policy) માં મોટો બદલાવ કર્યો છે. દેશમાં હવે કિડની, લિવર, હાર્ટ અને ફેફસાની પક્રિયાને સરળ અને આંતરડાના ટ્રાન્સપ્લાન્ટ માટે 65 વર્ષથી મોટી ઉંમરના લોકોના અંગ પણ લઇ શકો છો. અત્યાર સુધીમાં 65 વર્ષથી મોટી ઉંમરના લોકોના અંગો લેવા પર પાબંદી હતી. આ સાથે જ મોદી સરકારે એક રાષ્ટ્ર એક નીતિ અપનાવતા મૂળ નિવાસ પ્રમાણ પત્ર (Domicile Certificate) ની અનિવાર્યતા પૂરી કરી દીધી છે. કેન્દ્ર સરકારે અંગ પ્રત્યારોપણ માટે રાજ્યો દ્રારા નોંધણીને પૂરી કરી દીધી છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર આ બદલાવથી દેશમાં એ લાખો લોકોને નવી જીંદગી મળશે જે વર્ષોથી અંગ પ્રત્યારોપણની રાહ જોઇને બેઠા છે. આ સાથે જ અંગ પ્રત્યારોપણ માટે હવે મૂળ નિવાસ પ્રમાણ પત્રની જરૂરિયાત રહેશે નહીં. અંગ પ્રત્યારોપણ કાનૂનમાં આ બદલાવ વિશેની જાણકારી બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આપવામાં આવી છે. હવે જરૂરિયાતમંદ વ્યક્તિ દેશના કોઇ પણ રાજ્ય તેમજ કેન્દ્રશાસિત પ્રદેશમાં જઇને અંગ પ્રાપ્ત કરવા માટે નોંધણી કરી શકે છે.
ઓર્ગન માટે રજિસ્ટ્રેશન ફી પણ બંધ
કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું હતું કે અંગ પ્રત્યારોપણ માટે મૂલ નિવાસ પ્રમાણપત્રોની હવે જરૂરત નહિં પડે. બધા રાજયોને આ બારામાં માહિતગાર કરાયા છે. હવે જરૂરિયાતમંદ વ્યકિત દેશના કોઈપણ રાજયમાં જઈને અંગ (ઓર્ગન) મેળવવા માટે રજીસ્ટ્રેશન કરી શકશે.અત્યાર સુધી લોકો પોતાનાં જ રાજયમાં ઓર્ગન લેવા માટે રજીસ્ટ્રેશન કરાવી શકતા હતા. મંત્રાલયે અંગ લેવા માટે રાજયો દ્વારા લેવામાં આવતી 5 થી 10 હજાર રૂપિયા સુધીની રજીસ્ટ્રેશન ફીને પણ બંધ કરી દીધી છે. એક રાષ્ટ્ર-એક નીતિ ટિશ્યુ પર પણ લાગુ થશે.