2 વર્ષના બાળકને કૂતરાએ 40થી વધુ બચકા ભર્યા! સુરતમાં કુતરાનો આતંક

<strong>2 વર્ષના બાળકને કૂતરાએ 40થી વધુ બચકા ભર્યા! સુરતમાં કુતરાનો આતંક</strong>
Views: 65
0 0
Spread the love
Read Time:2 Minute, 40 Second

રખડતા કુતરાઓથી કંપી રહ્યા છે સુરતવાસીઓ

કૂતરા કરડવાના કિસ્સાઓ વધ્યા

 સુરતમાં છેલ્લા કેટલાક સમયથી કૂતરા કરડવાની ઘટનાઓ ખૂબ વધી રહી છે. રખડતા કૂતરાઓના ડર થી સુરત વાસીઓ થરથર કાંપે છે. ત્યારે સુરતના ખજોદ ગામ પાસે  એક બાળક પર કૂતરાએ હુમલો કરી દેતા તેની હાલત ગંભીર છે. બાળકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બાળકને શરીરના અલગ-અલગ ભાગ પર બચકાં ભરી લીધા છે.  મજૂરના બે વર્ષના પુત્ર પર કૂતરાએ  હુમલો કર્યો હતો. બાળકના શરીર પર 40થી વધારે બચકાં ભરી લેવામાં આવ્યા હતા. બાળકને ગંભીર અવસ્થામાં સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે જ્યાં તેની સ્થિતિ ગંભીર હોવાનું ડૉક્ટરો જણાવી રહ્યા છે.

સુરતમાં સતત શ્વાનનો આંતક દિવસેને દિવસે વધી રહ્યો છે, સતત કૂતરાં દ્વારા નાના બાળકો પર હુમલો કરવાની ઘટનાઓ સામે આવી રહી છે. સુરત મહાનગરપાલિકા કૂતરાની સંખ્યા ઓછી રહે તે માટે લાખો રૂપિયાનો ખર્ચ કરે છે. આમ છતાં સ્થિતિ ગંભીર બની રહી છે. વારંવાર બનતી ઘટનાના કારણે સુરતમાં જે પરિવારોમાં નાના બાળકો હોય અને ગલીમાં કૂતરાં રખડતા હોય તેમને સતત ચિંતા થઈ રહી છે.

મજૂરનું બે વર્ષનું બાળક ખુલ્લી જગ્યામાં રમતું હતું તે દરમિયાન શ્વાન દ્વારા તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. ગણતરીની સેકન્ડોમાં કૂતરાએ બાળકને 40 જેટલી જગ્યા પર બચકાં ભરી લેતા તેને ગંભીર અવસ્થામાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. બાળકને સારવાર માટે તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યું હતું.

બાળકની સ્થિતિ જોઈને ડોક્ટરો પણ આશ્ચર્યચકીત થઈ ગયા હતા અને તાત્કાલિક બાળકને સારવાર હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડમાં આપવાનું શરુ કરાયું હતું. બાળકના માથામાં અને લીવર આતરડા સહિતના જગ્યા પર શ્વાન દ્વારા કરડવાના કારણે બાળકની હાલત ગંભીર હોવાનું તબીબો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે ત્યારે એક જ મહિનામાં રખડતા કૂતરાં કરડવાની આ ત્રીજી ઘટના સામે આવી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed

Translate »