POCSO ના કેસમાં 398.5%નો વધારો!છેલ્લા આઠ વર્ષ માં ગુજરાત રાજ્ય માં પોક્સો હેઠળ 14,522 ગુના નોંધાયા

<em><strong>POCSO ના કેસમાં 398.5%નો વધારો!છેલ્લા આઠ વર્ષ માં ગુજરાત રાજ્ય માં પોક્સો હેઠળ 14,522 ગુના નોંધાયા</strong></em>
Views: 56
0 0
Spread the love
Read Time:3 Minute, 57 Second

છેલ્લા આઠ વર્ષ માં નાની બાળકીઓ ઉપર થયેલા દુષ્કર્મો ના ગુનાઓ માં સજા અપાવવાનો દર (conviction rate) માત્ર 1.59%

14,522 પોકસો કેસ માં 231 કેસ માં જ ગુના પુરવાર થઈ શક્યા

ગુજરાત રાજ્ય માં આઠ વર્ષ માં 12,647 કેસ પેન્ડિંગ

સરકાર દ્વારા “બેટી બચાવો બેટી પઢાવો” મુહિમ ચલાવવામાં આવી રહી છે. લોક જાગૃતિ માટે કરોડો રૂપિયાની જાહેરાતો પણ કરવામાં આવે છે. પણ સિક્કાની બીજી બાજુ બેટી બચાવો એ માત્ર જાહેરાતો અને કાગળો ઉપરની મોટી વાતથી વધુ નથી રહી.  રાજીવ ગાંધી ભવન ખાતે પ્રેસ મીડિયા ને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રવકતા પાર્થિવરાજસિંહ કઠવાડિયા એ સરકાર ની નીતિ ઉપર સવાલ ઉઠાવતા, લોકસભા ના ચોંકાવનારા આંકડા સાથે સરકાર પાસે ખુલાસો માંગ્યો.

લોકસભા માં પ્રસ્તુત આંકડા પ્રમાણે પોકસો કાયદા હેઠળ ગુજરાત માં વર્ષ 2014 થી 2021 દરમિયાન 14,522 કેસ નોંધાયા હતા. વર્ષ 2014 થી 2021 સુધી માં પોકસો કેસ માં 398.5% નો વધારો થયો છે. વર્ષ 2014 માં પોકસો હેઠળ 613 ગુના નોંધાયા હતા ,જેમાં 5 કેસોમાં સજા પડેલ હતી. વર્ષ  2015 માં પોક્સો હેઠળ 1609 ગુના નોંધાયા હતા, જેમાં 8 કેસ માં સજા પડેલ હતી. વર્ષ 2016 માં પોકસો હેઠળ 1408 ગુના નોંધાયા હતા, જેમાં ૫ કેસ માં સજા પડેલ હતી. વર્ષ 2017 માં પોકસો હેઠળ 1697 ગુના નોંધાયા હતા , જેમાં 12 કેસ માં સજા પડેલ હતી. વર્ષ 2018 માં 2154 કેસ નોંધાયા , જેમાં 33 કેસ માં સજા થયેલ હતી. વર્ષ 2019 માં 2253 પોકસો કેસ માં 74 કેસ, વર્ષ 2020 માં 2345 પોકસો કેસ માં 23 કેસ માં અને વર્ષ 2021 માં પોકસો કેસ માં 71 કેસ માં સજા થયેલ હતી.

ગુજરાત રાજ્ય માં પોકસો POCSO act
હેઠળ 14,522 ગુના માં 231 કેસ માં (conviction) ગુનો પુરવાર થઈ શક્યા હતા. ગુજરાત રાજ્ય માં પોકસો કેસ માં સજા દર માત્ર 1.59% છે તે આંકડાકીય માહિતી થી જાણવા મળે છે. વર્ષ 2021 ના અંત સુધી માં 12,647 કેસ પેન્ડિંગ છે નો આંકડો જાણવા મળે છે. “બેટી બચાઓ બેટી પઢાઓ” ની જાહેરાતો પાછળ કરોડો ના ખર્ચ થઈ પણ આ દીકરીઓ ને ન્યાય અપાવવા માં સરકાર નિષ્ફળ ગયી છે તે આંકડા પુરવાર કરે છે. ગૃહ મંત્રી પ્રેસ કોન્ફરન્સ કરી વાહવાહી લૂંટી સકે છે તો કથળતી કાયદો વ્યવસ્થા ની જવાબદારી પણ તેમની છે. નાની બાળકીઓ ઉપર વધતી દુષ્કર્મ શારીરિક છેડછાડ ના ગુનાઓ માં બેફામ વધારો ગુજરાત ની અસ્મિતા ને શરમાવે તેમ છે. ગૃહ મંત્રી પોતાની નૈતિક જવાબદારી સ્વીકારી ને માનવું જોઈએ કે વધતા પોકસો કેસ એ ગુજરાત ની કથળતી કાયદો વ્યવસ્થા દર્શાવે છે. લોકસભા ના આંકડાઓ દર્શાવે છે કે બેન દીકરી ની સુરક્ષા માં સરકાર નિષ્ફળ ગયી છે. 

ગુજરાત રાજ્ય માં કુલ POCSO કેસ- 14,522 કેસ
ગુજરાત રાજ્ય માં કુલ કેસ conviction -231કેસ
2014 -613 કેસ
2015-1609 કેસ
2016- 1408 કેસ
2017- 1697 કેસ
2018- 2154 કેસ
2019- 2253 કેસ
2020- 2345 કેસ
2021- 2443 કેસ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed

Translate »