વેપારીને મારમારી સોનાના દાગીનાની લૂંટ માટે સોપારી! જુહાપુરા મેટ્રો સ્ટેશન પાસેથી આરોપીઓ ઝડપાયા

ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા 3 આરોપીઓ ષડ્યંત્રમાં સામીલ અન્ય આરોપીઓ ને પકડવા તજવીજ
અમદાવાદ: શહેરના કાગદાપીઠ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 15 ફેબ્રુઆરીએ થયેલ લૂંટના ભેદ ને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઉકેલવામાં આવ્યો અને ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.
કોણ કોણ લૂંટારુઓ ઝડપાયા
શહેરના જમાલપુરમાં રહેતા 20 વર્ષીય સોયેબ ઉર્ફે ચિલ્લી, સરખેજમાં રહેતા 23 વર્ષીય મોહમદઉવેશ અને દાણીલીમડામાં રહેતા 22 વર્ષીય સરકાજ ઉર્ફે સરફ઼ને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે જુહાપુરા ફતેવાડી કેનાલ મેટ્રો સ્ટેશનના પાછળના ગેટ નજીક ઝડપી લીધા.
કોણે આપી વેપારીની સોપારી
ત્રણેય આરોપીઓના ઓળખીતા અને આસ્ટડીયા ભૂતની આંબલી પાસે રહેતા અસ્ફાક હસનભાઈ સંધી ભોગ બનનાર વેપારીઓને ઈજા પહોંચાડવા સારૂ સોપારી આપેલ. જે કામ પુરુ થયા બાદ અસ્ફાક સંધી પકડાયેલ ઈસમોને રૂપિયા આપવાનો હતો. ઈજા પહોંચાડવા સારૂ બેઝબોલના ધોકાઓ તથા લાકડીઓ પણ પુરા પાડેલ. તેમજ ભોગ બનનારની રેકી કરાવી તકનો લાભ લઈ ઈજા પહોંચાડવા સારૂ ગઈ 15મી ફેબ્રુઆરી ના રોજ સવારના કાયેલા ત્રણેય ઈસમો સમયે પકડાયેલ ત્રણેય ઈસમો તથા અન્ય મુસ્તુફા ઉર્ફે પચ્ચીસ સાબીરભાઈ બોક્ષવાલા રહે. વોરાના રોજા પાસે શહેરકોટડા અમદાવાદ તથા રૂષભ ઉર્ફે કબુતર પ્રવિણભાઈ ગોસ્વામી રહે. ઓડાના મકાનમાં વાડજ અમદાવાદ તથા શાહીલ ઉર્ફે બાપુ સઇદભાઈ શેખ રહે.અપનાનગર, અલમદીના જુહાપુરા અમદાવાદ શહેર એ રીતેને ભેગા થઈ રિક્ષા તથા એક્ટીવા લઈ ભોગબનનારનો પીછો કરી, તેની પાછળ-પાછળ કાગડાપીઠ બિગબજાર મોલની પાછળ સીટી સેન્ટર-૨ ની ગલીમાં જાહેરમાં ભોગ બનનારને ઉભા રાખી પકડાયેલ આરોપીઓ તથા અન્ય ઈસમો પાસે રહેલ બેઝબોલના ધોકાઓ તેમજ લાકડીઓ વડે ભોગબનાર હાથપગ તેમજ શરીરે ઇજાઓ કરી લૂંટી કરેલ.