DGP આવ્યા Action માં 2 PI 1 PSI સસ્પેન્ડ! હવે કોનો વારો પડશે પોલીસ બેડામાં ખડભળાટ

<strong><em>DGP આવ્યા Action માં 2 PI 1 PSI સસ્પેન્ડ! હવે કોનો વારો પડશે પોલીસ બેડામાં ખડભળાટ</em></strong>
Views: 271
0 0
Spread the love
Read Time:2 Minute, 46 Second

SMC ના રિપોર્ટિંગ બાદ લેવાયા પગલાં

શરૂઆત દાહોદ અને કચ્છ બાદ હવે કોનો વારો ચર્ચાએ જોર પકડ્યું

રાજ્યના  (Incharge DGP Vikas Sahay) એક જ દિવસમાં બે પીઆઈ અને એક પીએસઆઈને સસ્પેન્ડ કરવાનો હુકમ કરતા પોલીસ બેડામાં  ખાભળાટ મચી ગયો છે. ગુજરાતમાં દારૂ-જુગાર,  સહિતના અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી અપરાધો આચરતી ટોળકીઓ સક્રિય છે અને મોટાભાગની ગેંગને પોલીસના આર્શીવાદ છે. ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવતી પોલીસ સામે ઈન્ચાર્જ ડીજીપી સહાયે લાલ આંખ કરી છે. પૂર્વ ડીજીપી આશિષ ભાટિયાની કાર્યરિતીના કારણે રાજ્યમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓએ માઝા મૂકી હતી.

દાહોદ ગેસ ચોરી કૌભાંડ

દાહોદમાં ટેન્કરો માંથી ગેસ ચોરીના 80 લાખનો મુદ્દામાલ કૌભાંડમાં પકડાયેલ આરોપીઓના મોબાઈલ રેકોર્ડસમાં પોલીસની મિલીભગત બહાર આવતા પુરાવા સાથે ડીજીપી ને જાણકારી આપવામાં આવી.  એલ.સી.બી. પી.આઈ. આર. સી. કાનમીયાન અને એસઓજી ના ASI નવઘણને સસ્પેન્ડ કરવા જિલ્લા પોલીસ વડાને આદેશ કર્યો છે.

કચ્છ રૂપિયા 50.66 લાખનો  વિદેશી દારૂનું કૌભાંડ

SMC દ્વારા કચ્છના ભચાઉ જીઆઇડીસી ના બંધ ગોડાઉનમાં રૂપિયા 50.66 લાખનો વિદેશી દારૂ ઝડપયો જેમાં પૂછપરછ માં સ્થાનિક પોલીસની સંડોવણી આવતા ભચાઉ પોલીસ સ્ટેશનના પીઆઈ ઝેડ. એન. ઘાસુરા  અને પીએસઆઈ કે. એન. સોલંકી ને ફરજ મોકૂફ કરી દેવા હુકમ કરી દીધો હતો.

હવે કોનો વારો પડશે ચર્ચાએ જોર પકડ્યું

છેલ્લા કેટલાક સમયથી રાજયમાં ભલે સ્થાનિક પોલીસ આળસ કરીને બેઠી હોય પરંતુ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા સતત દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો પૂર્વ વિસ્તારમાં કેટલાક કુખ્યાત પોલીસ સ્ટેશન વિસ્તારોમાં એકથી વધુ વખત SMC દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. જેનું રિપોર્ટિંગ પણ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ચોક્કસ કરવામાં આવ્યું જ હશે. ત્યારે DGPની રડારમાં કોણ આવે છે તે જોવું રહ્યું.

Happy
Happy
50 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
50 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed

Translate »