રખિયાલ વોરા ચેમ્બર્સની છત તૂટી! મોબાઈલ ટાવરથી વધ્યું જીવનું જોખમ

મ્યુનિસિપલ ઝોનલ કચેરનું અગમચેતી સાથે સ્થળાંતર
મોડી રાત્રે સ્લેબ તૂટ્યું સદનસીબે કોઈ જાનહાની નહિ
અમદાવાદ: રખિયાલ ગામ પાસેના નાકે આવેલ વોરા ચેમ્બર્સ પર આવેલ મોબાઈલ ટાવર બન્યું સ્થાનિકો માટે સંકટ. ગત રાત્રે વોરા ચેમ્બર્સની છત તૂટી પડતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. વોરા ચેમ્બર્સ સત્તત વ્યસ્ત જગ્યા છે. જ્યાં નૂતન નાગરિક બેન્ક અને મેડિકલ સ્ટોર પણ આવેલ છે. જ્યારે દરરોજ સાંજે શાક માર્કેટ પણ વોરા ચેમ્બર્સ પાસે લાગે છે જ્યાં મોટી સંખ્યામાં લોકો અવરજવર કરે છે. ત્યારે હવે વોરા ચેમ્બર્સની છત તૂટતા ભયનો માહોલ સર્જાયો છે. ઉપરથી જો મોબાઈલ ટાવર પણ પડે તો મોટી દુર્ઘટના સર્જાય તેવી ભીતિ સર્જાઈ છે.

અગમચેતી રૂપે મ્યુનિ. ઝોનલ કચેરી હાટાવવા આવી
રખિયાલ ગામ વોરા ચેમ્બર્સ વર્ષોથી રખિયાલ વિસ્તારની ઓળખ રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઝોનલ કચેરી પણ અહીંયા હતી. પરંતુ વોરા ચેમ્બર્સ ઉપયોગ માટે જોખમના એંધાણ આપતા કોરોના કાળ બાદ તુરંત મ્યુનિસિપલ કોર્પોરેશનની ઝોનલ કચેરી સોનીની ચાલી પાસે ખસેડવામાં આવી હતી.
સ્થાનિકોએ મોબાઈલ ટાવર હાટાવવા માંગ કરી
મોડી રાત્રે વોરા ચેમ્બર્સની છત તૂટતા કોઈ મોટી જાનહાની થઈ નથી. પરંતુ હવે વોરા ચેમ્બર્સ ની છત ઉપર આવેલ મોબાઈલ ટાવરના કારણે લોકોના જીવ તળવે ચોટયા છે. ભયજનક વોરા ચેમ્બર્સ પરથી મોબાઈલ ટાવર હાટાવવામાં આવે તે બાબતે સ્થાનિક બીપીનભાઈ પરમારે જણાવ્યું કે અહીં સાંજના સમયે શાક માર્કેટ ભરાય છે અને મેડિકલ સ્ટોર અને બેન્ક પણ આવેલ છે. વોરા ચેમ્બર્સની છત હવે કમજોર થઈ ગઈ છે તો સમયસર મોબાઇલ ટાવર પણ હટાવવામાં આવે જેથી કરીને કોઈ મોટી દુર્ઘટના ટાળી શકાય.