અમદાવાદમાં ઉજવાશે ભવ્ય ફાગ મહોત્સવ! રંગોત્સવમાં ગૈર નૃત્યમાં રાજસ્થાન મુંબઇના કલાકરો સાથે મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેશે


ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવી ચૂકેલા રાજસ્થાની લોકો દર વર્ષની જેમ જ આ વખતે પણ અમદવાદમાં ફાગ મહોત્સવનો રંગ ઉડાડતાં દેખાશે. રાજસ્થાન મૈત્રી સંઘ અને ગુજરાત ફાઉન્ડેશન દ્વારા દર વખતની જેમ આ વખતે પણ 26 માર્ચ રવિવારના રોજ ફાગ મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરેલ છે .
આ ભવ્ય કાર્યક્રમનાં આયોજક નરેન્દ્રભાઈ પુરોહિતે જણાવ્યું હતું કે ફાગ મહોત્સવની તૈયારીઓ સોલા ભાગવત સ્થિત માંગલ્ય વાટિકામાં જોરશોરથી ચાલી રહી છે, મુખ્યપ્રધાન શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની મુખ્ય ઉપસ્થિતિમાં આયોજિત ભવ્ય ફાગ મહોત્સવ કાર્યક્રમમાં પરંપરાગત રાજસ્થાની ગૈર-નૃત્ય સાથે રાજસ્થાન અને મુંબઈના સુપ્રસિદ્ધ કલાકારો દ્વારા ઐતિહાસિક સાંસ્કૃતિક સંધ્યાનો રંગારંગ કાર્યકમો રજુ કરાશે.
આ કાર્યક્રમને વૈવિધ્યપૂર્ણ રૂપે ઉજવવા માટે ગૌ-માતા પૂજન, રાષ્ટ્ર રક્ષા યજ્ઞ, નિશુલ્ક આંખોની તપાસ અને ચશ્મા વિતરણ અને રક્તદાન જેવી એક્ટિવિટી દ્વારા સમાજમાં સકારાત્મક સંદેશો આપવામાં આવશે તે ઉપરાંત લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના સ્વપ્ન સ્વરૂપ યોજના જેવી કે સ્વચ્છ ભારત, બેટી બચાઓ અભિયાન માટે પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિવિધ સમિતિઓ બનાવીને જવાબદારીઓ સોંપવામાં આવી છે. માતૃશક્તિ દ્વારા વિશેષ કાર્યક્રમો અને તેમની મોટી ભાગીદારી સુનિશ્ચિત કરવા પર પણ ભાર મુકાયો છે . પર્યાવરણનું રક્ષણ થાયે તે સંદેશ લોકોમાં જાયે તેવા હેતુથી આ કાર્યક્રમના આયોજનથી લઈને તમામ જગ્યા પર ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સમગ્ર કાર્યક્રમને પેપરલેસ બનાવવાનો પ્રયાસ કરાયો છે.
આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહીત શહેરના મેયર અને ગુજરાત અને રાજસ્થાનનાં કેટલાક માનનીય ધારાસભ્યો અને ગણમાન્ય મહેમાનોની સાથોસાથ ખુબ મોટી સંખ્યામાં લોકો દર વર્ષની જેમ ઉપસ્થિત રહેશે.