આજથી IP-2023નો પ્રારંભ! નરેન્દ્ર મોદી સ્ટેડિયમ માટે પોલીસની વિશેષ વ્યવસ્થા

0
આજથી IP-2023નો પ્રારંભ! નરેન્દ્ર મોદી સ્ટેડિયમ માટે પોલીસની વિશેષ વ્યવસ્થા
Views: 46
1 0
Spread the love
Read Time:4 Minute, 31 Second


જાણો કઈ કઈ તૈયારીઓ પોલીસ દ્વારા કરવામાં આવી

અમદાવાદ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદથી આજે IPL ( ઇન્ડિયન પ્રીમીયર લીગ)  2023ની અમદાવાદમાં શરૂઆત થઈ રહી છે, જેને લઇને પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરાયો છે. આ વખતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ૧ લાખથી વધુ પ્રેક્ષકો ઉપસ્થિત રહેવાના છે, જે માટે ૧૬૦૦ થી વધુ પોલીસ જવાનો ખડે પગે પોતાની જવાબદારી અદા કરશે,

આ સાથે ૫ DCP ane ૧૦ ACP કક્ષાના અધિકારીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે ટ્રાફિક નિવારણ અને દેખરેખ માટે ૪ DCP ૬ ACP અને ૧૫૦૦ જેટલા ટ્રાફિક જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.  મેચ દરમ્યાન સૌથી જટિલ એવી પાર્કિંગ વ્યવસ્થા પણ આ વખતે આયોજનબધ્ધ તૈયાર કરાઈ છે જેમાં  મેચ નિહાળવા આવતા પ્રેક્ષકો માટે AMTS, BRTS અને મેટ્રો ના સમય તેમજ રુટ માં પણ ફેરફાર કરવામાં આવ્યા છે.

મેચ દરમ્યાન વ્હિકલ પાર્કિગમાં કોઈ સમસ્યા ન સર્જાય તે માટે પણ પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, સાથે પાર્કિંગ માટે પૂરતું માર્ગદર્શન મળે તેને લઇને ઓનલાઇન વાહન પાર્કિંગ એપ પણ બનાવવામાં આવી છે. જેથી લોકોને પોતાના વાહન પાર્કિંગ કરવામાં અગવડતા ન પડે. આ સાથે પાર્કિંગ માટે ૨૦ જેટલા પાર્કિંગ પ્લોટો તૈયાર કરવામાં આવ્યા છે..જેમાં પાર્કિંગ પ્લોટ પાસેથી પ્રેક્ષકોને આવવા જવા માટે ફ્રી શટલ સર્વિસ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

મેચ દરમ્યાન ગેટ નં 1 અને ગેટ નં 2 પર સિનિયર સિટીઝન અને દિવ્યાંગ માટે ગોલ્ફ કાર ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જોકે તમામ વ્યવસ્થા પૂર્ણરૂપે  અમલ માં મુકવામાં આવી છે ત્યારે પોલીસ દ્વારા પ્રેક્ષકોને પણ સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે, જેમાં પ્રેક્ષકોને પોતાના સમય માં સ્ટેડિયમ માં પ્રવેશ કરી લેવો અને પોતાની સાથે વધારાનો સામાન સ્ટેડિયમમાં ન લઈ જવા અપીલ કરવામાં આવી છે. જો વાત કરવામાં આઈપીએલની પ્રથમ મેચ 31મી માર્ચને શુક્રવારના રોજ ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

અમદાવાદમાં લીગની 7 મેચ યોજાવાની છે. જે દરમ્યાન મેચ રાત્રે 7.30થી શરૂ થશે એ દિવસોએ દર્શકોને ઘરે પરત જવા સુવિધા મળે તે માટે મેટ્રો ટ્રેન સેવાના સમયમાં ફેરફાર કરી રાત્રે 1.30 વાગ્યા સુધી ચાલુ રહેશે. પ્રથમ મેચ માટે પ્રેક્ષકોના સ્ટેડિયમમાં પ્રવેશ માટે બપોરે 3 વાગ્યે ગેટ ખુલ્લો મૂકવામાં આવશે. જેથી મેચ ચાલુ થાય તે દરમ્યાન ભીડ ઓછી થાય.

ગુજરાત ટાઈટન્સ ફ્રેન્ચાઈઝ દ્વારા સ્ટેડિયમના ગેટ નંબર-1 અને ગેટ નંબર-2 પર ફેન ઝોન્સ પણ ઊભા કરવામાં આવશે!.

સ્ટેડિયમ સંકુલમાં વાહનોની પાર્કિંગની સમસ્યા ના થાય તે માટે  શો માય પાર્કિંગ – એપ પરથી પાર્કિંગ બુક કરી તેની ઈ-ટિકિટ ઓનલાઇન મેળવી શકાશે. અને ઝોન પ્રમાણે ઊભા કરાયેલા પાર્કિંગ પ્લોટમાં વાહન પાર્કિંગ થઈ શકે તે માટે પણ પોલીસ દ્વારા  સતત ધ્યાન આપવામાં આવશે. જ્યારે મેચ દરમ્યાન તંત્ર તમામ રીતે સજ્જ બની શાંતિ પૂર્ણ માહોલમાં મેચોનો આનદ લઈ શકાય તે માટે પોલીસે તમામ તૈયારીઓ ને આખરી ઓપ આપી દીધો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed

Translate »