અમદાવાદ મણિનગર વિસ્તારમાં આજે વહેલી સવારે ક્રિશ્ચિયન સમાજ દ્વારા પામ સન્ડેની ઉજવણીના ભાગ રૂપે પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું. મણિનગર વિસ્તારમાં આવેલ વિવિધ ચર્ચ દ્વારા કરવામાં આવેલ આયોજનમાં નાના નાના બાળકો સહિત મોટેરાઓએ પણ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો.
આજના દિવસે યરૂશેલમમાં વછેરા પર બેસીની વિજયવંત પ્રવેશ કર્યો હતો જે અવસરની યાદગાર ઉજવણી માટે ક્રિશ્ચિયન સમાજ દ્વારા પામ સન્ડે ઉજવવામાં આવે છે.