દર વર્ષે બે કરોડ રોજગારીનું વચન શુ માત્ર બેરોજગાર યુવાનો સાથે છેતરપિંડી

૬.૫ કરોડની વસ્તી પ્રમાણે રાજ્યમાં ૧૦ લાખથી વધુ મહેકમ ખાલી
આઉટસોર્સિંગના નામે લાખો યુવાનોનું આર્થિક શોષણ
અમદાવાદ કેન્દ્ર અને રાજયની ભાજપ સરકારની રોજગાર નીતિઓ ઉપર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડો મનીશ દોશીએ આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, ઉચ્ચ શિક્ષિત યુવાનો લાંબા સમયથી સરકારી નોકરીમાં ભરતી માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે બીજી બાજુ ભાજપ સરકાર લાંબા સમયથી વિવિધ વિભાગોમાં ખાલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા કરાતી નથી દર વર્ષે બે કરોડ રોજગારનું વચન આપનાર કેન્દ્રની મોદી સરકાર- ભાજપ સરકારએ દેશના અને ગુજરાતમાં કરોડો યુવાનો સાથે છેતરપીંડી-વિશ્વાસઘાત કર્યો છે
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવકતા ડૉ. મનીષ દોશીનાં આકરા પ્રહાર
● ગુજરાતના વહીવટી માળખામાં મંજુર જગ્યાઓ ૧૯૯૦ ના આધારે વસ્તીનાં જરૂરિયાત મુજબ જ્યારે વર્ષ ૨૦૨૩ માં ૬.૫ કરોડ જનસંખ્યા ની જરૂરિયાત પ્રમાણે દસ લાખ કરતા વધુ મહેકમમાં ખાલી જગ્યાઓ
● રાજ્યમાં આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટમાં ૮ લાખ કરતાં વધુ યુવાન યુવતીઓનું આર્થિક શોષણ
● રાજ્યમાં આઉટસોર્સિંગ-કોન્ટ્રાક્ટ-રોજમદાર સહિતના સરકારી શોષણ પદ્ધતિમાં ૫૦૦૦ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર આઉટસોર્સિંગ એજન્સીઓ કોન્ટ્રાક્ટરો ૪૦ થી ૫૫ ટકા ની નાણાં ચૂકવી રહ્યા છે
● કેન્દ્ર સરકારે વિવિધ ભરતી પ્રક્રિયાના નામે કરોડ રૂપિયા ફોર્મ ફી પેટે- પરીક્ષા માટે બેરોજગાર યુવાનો પાસેથી છેલ્લા આઠ વર્ષમાં વસૂલી લીધા પણ મોટાભાગની ભરતીઓની પરીક્ષા યોજાય નથી, જે પરીક્ષા યોજાઈ તેના પરિણામ બાકી
● કેન્દ્રમાં પણ રેલવે, ગૃહ, રક્ષા, ઓડિટ, પોસ્ટ, રેવન્યુ સહિતનાં વિભાગોમાં પણ ૧૦ લાખ જેટલી જગ્યાઓ ખાલી.
● ગુજરાતમાં સરકારી ભરતી પરીક્ષાઓમાં પેપર ફૂટવા સહિતની અનેક પ્રકારની ગેરરીતોઓ સામે આવી છે
● શિક્ષણ,આરોગ્ય, મહેસુલ, ગૃહ,પંચાયત જેવા વિભાગમાં મોટા પાયે ખાલી જગ્યાઓના લીધે નાગરિકોને તકલીફ, હાલાકી, પરેશાની કામમાં વિલંબ ભ્રષ્ટાચારનો ભોગ બની રહ્યા છે
● શિક્ષણ વિભાગ
પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં ૩૨૦૦૦થી વધુ શિક્ષકો-આચાર્યો સહિતની જગ્યાઓ ખાલી.
● ઉચ્ચ શિક્ષણ વિભાગ
સરકારી અને ગ્રાન્ટેડમાં ૫૫ ટકા પ્રાધ્યાપકોની જગ્યા ખાલી.
યુનિવર્સિટીમાં ૪૫ ટકાથી વધુ પ્રાધ્યાપકોની જગ્યા ખાલી
૬૫ ટકા લેબોરેટરી/સ્પોર્ટી ની જગ્યાઓ ખાલી.
● ટેક્નિકલ શિક્ષણ
ડીગ્રી ઇજનેરી – ૪૫ ટકા અધ્યાપકોની જગ્યા ખાલી.
ડિપ્લોમા ઇજનેરી- ૫૦ ટકા અધ્યાપકોની જગ્યાઓ ખાલી
ડીગ્રી-ડિપ્લોમા કોલેજમાં લેબોરેટરી/વર્કશોપમાં ૬૫ ટકા જગ્યાઓ ખાલી.
● ૯૯ ટકા સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટની જગ્યાઓ ખાલી.
● ૧૫ વર્ષથી આર્ટ શિક્ષક, સંગીત શિક્ષક, ફિઝિકલ એજ્યુકેશન શિક્ષક, કોમ્પ્યુટર શિક્ષક, લાયબ્રેરીયનની ભરતી કરવામાં આવી નથી.
● મોટાભાગના એન્જીનીયર વર્ક ડ્રોઈંગ, પ્રોજેકટ ડોક્યુમેન્ટ, સુપરવિઝન, ઇન્સ્પેકશન, સહિતના મોટા ભાગનું કામ આઉટસોર્સ.
● માર્ગ અને મકાન વિભાગ, જળસિંચાઈ, વોટર રિસોર્સ, નર્મદા સહિતનાં વિભાગોમાં મોટા પાયે જગ્યાઓ ખાલી.
કેન્દ્ર સરકારની ખાલી પડેલ જગ્યાઓ.
● રેલ્વે: 2.93 લાખ
●રક્ષા વિભાગ: 2.64 લાખ
● ગૃહ વિભાગ: 1.43 લાખ
● પોસ્ટ્સ: 90050
● રેવન્યુ: 80243
● ઓડિટ: 25943
સહિત ૧૦ લાખ જેટલી ભરતીની જગ્યાઓ ખાલી.