મેડિસિન બોક્સની આડમાં ગુજરાતમાં ઘૂસાડેલો 40 લાખનો વિદેશી શરાબ ઝડપાયો! 8 આરોપીઓની પણ થઈ ધરપકડ

અમદાવાદમાં મેડીસીનના બોક્સની આડામાં દારુની હેરાફેરીનો પર્દાફાશ કર્યો
ટ્રકમાં મેડીસીન બોક્સ સાથે દારુની હેરાફેરી કરતા 8 આરોપી ઝડપાયો
પોલીસે 40 લાખનો દારુ અને 18 લાખની મેડીસીન સહિત 1 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો
વાત તો દારૂ બંધીની એમ કે, ગુજરાતમાં દારુબંધી છે. આમ છતા ગુજરાતમાંથી વારંવાર દારુનો જથ્થો ઝડપાતો રહે છે. બુટલેગર પોલીસથી બચીને ગુજરાતમાં દારુ લાવવાના વિવિધ કિમીયા અજમાવતા હોય છે. ત્યારે અમદાવાદમાં પણ આવો જ એક બુટલેગરનો નવો કિમીયો સામે આવ્યો છે. અમદાવાદમાં મેડીસીનના બોક્સની આડામાં દારુની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. ટ્રકમાં મેડીસીન બોક્સ સાથે દારુની હેરાફેરી કરતા 8 આરોપી ઝડપાયો છે.
પોલીસે 40 લાખનો દારુ અને 18 લાખની મેડીસીન સહિત 1 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મળતી માહિતી અનુસાર આ દારુનો જથ્થો ઉત્તરાખંડથી આવ્યો હતો. દારુના જથ્થાને બે ટ્રકમાં રાખવામાં આવ્યો હતો. નમનસિંગ જાટ નામના વ્યક્તિએ અમદાવાદમાં દારુ મોકલ્યો હતો. દારુની હેરાફેરીનો મુખ્ય આરોપી દારૂના રૂપિયા લેવા ફ્લાઇટમાં આવતા જ તેની ધરપકડ કરાઇ હતી. દારુનો જથ્થો કોને આપવાનો છે તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે.