અમદાવાદ યુવા ડોક્ટરે ઇન્જેક્શનથી આત્મહત્યા કરી! આત્મહત્યાનું કારણ શોધી રહી છે પોલીસ

Syringe closeup isolated on white background.
એનેસ્થેશિયાનો ઓવર ડોઝ લઈ જીવન ટૂંકાવ્યું
અમદાવાદઃ અમદાવાદમાં આપઘાતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. જેમાં વિશેષ કરીને મેડિકલ ક્ષેત્રે કામ કરતા ડૉક્ટર્સના છેલ્લા કેટલાક સમયથી ઇન્જેક્શન થકી આત્મહત્યા કરવાનું પ્રમાણ વધ્યું છે. ત્યારે આજે શહેરના વસ્ત્રાલમાં આવેલા આરપીએફ કેમ્પ કોર્નરમાં એક ડોક્ટરે જીવન ટુંકાવ્યું છે. આ ડોક્ટરે કયા કારણોસર આપઘાત કર્યો તે હજી જાણી શકાયું નથી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
ડોકટરખાનગી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતોહતો
પોલીસને પ્રાથમિક તપાસમાં આ ડોક્ટરે એનેસ્થેશિયાનો વધારે પડતો ઓવરડોઝ લઈને આપઘાત કર્યો છે. આપઘાત કરનાર ડોક્ટર રાહુલ આલદિયા તેના માતા પિતા સાથે રહેતો હતો અને સરદાર મોલ પાસે આવેલી એક ખાનગી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતો હતો. તેણે આજે વહેલી સવાલે એનેસ્થેશિયાના ઈન્જેક્શનનો ઓવરડોઝ લઈને આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ હતી.
ડોક્ટરે ઈન્જેક્શન લઈને આપઘાત કર્યો
આ અંગે નિકોલ પોલીસ સ્ટેશનના પીઆઈએ જણાવ્યું હતું કે, આજે સવારે આઠ વાગે આ ઘટનાની પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસને કોલ મળતાંની સાથે જ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં ડોક્ટરે ઈન્જેક્શન લઈને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. પરંતું આપઘાત કયા કારણે કર્યો તે હજી જાણી શકાયું નથી. પોલીસે આ ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે.