રાજ્યની સાબરમતી સહિત ૧૩નદીઓમાં બાયો કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ પ્રમાણ ખુબજ વધારે! પાણી પીવાનું તો ઠીક ન્હાવા લાયક પણ નથી રહ્યું

0
રાજ્યની સાબરમતી સહિત ૧૩નદીઓમાં બાયો કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ પ્રમાણ ખુબજ વધારે! પાણી પીવાનું તો ઠીક ન્હાવા લાયક પણ નથી રહ્યું
Views: 94
0 0
Spread the love
Read Time:7 Minute, 46 Second

લોકસભાના જવાબ મુજબ ગુજરાતની ૨૫ પૈકી ૧૩ નદીઓ પ્રદૂષિત.

• સાબરમતી, ભાદર, ખારી, અમલાખાડી, વિશ્વામિત્ર, ધાડર સૌથી વધુ પ્રદૂષિત

• મીંઢોળા, માહી, શેઢી, ભોગાવો, ભૂખી ખાડી, દમણગંગા, તાપી નહી ન્હાવા લાયક પ્રદૂષિત નદીઓના લીસ્ટમાં

• પ્રદુષણ ઘટાડવા માટે કેન્દ્ર સરકારની ઉદાસીન, અતિ પ્રદૂષિત નદીઓમાં પ્રદુષણ ધટાડવા વર્ષ ૨૦૨૨-૨૦૨૩માં એક પણ રૂપિયો નથી ફાળવ્યો

• સમગ્ર ભારતમાં બીજા નંબરની સૌથી વધુ પ્રદુષિત નદી સાબરમતીના કિનારે ચાઈનાના પ્રીમીયર જીંગ પીંગ ને ઝુલે ઝુલાવ્યા, સી-પ્લેનના તાયફા, અટલ બ્રીજના તાયફા, વોટર સ્પોર્ટસ ના તાયફા કર્યા, પણ સાબરમતીને પ્રદુષણથી બચાવવામાં સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ

આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે મીડિયા ને સંબોધતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા પાર્થીવરાજસિંહ કઠવાડીયાએ જણાવ્યું હતું કે લોકસભામાં સાંસદના સવાલ ના જવાબ માં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે, ગુજરાત રાજ્ય ની ૨૫ પૈકી ૧૩ નદીઓ ના નીર ન્હાવા લાયક નથી. એક સમય એ નદી ના નીર પીવા લાયક હતા પણ પ્રદુષણ ના લીધે હવે તે ન્હાવા લાયક નથી રહ્યા. લોકસભા ના અહેવાલ મુજબ કેન્દ્ર ના પર્યાવરણ મંત્રી એ જણાવ્યું હતું કે દેશ ની ૬૦૩ નદીઓના પાણી ની શુધ્ધતા ની ગુણવત્તા તપાસવા માં આવી તે પૈકી ૨૭૯ નદીઓ ના નીર ન્હાવા લાયક નથી. ગુજરાત રાજ્ય માં સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા ૨૫ નદીઓ ના પાણી ની ગુણવત્તા ૬૪ સ્થળો ઉપર ચકાસવા માં આવી હતી. સંશોધન માં ગુજરાત ની ૧૩ નદીઓ પ્રદૂષિત હોવા નું તારણ મળ્યું, જેના નીર ન્હાવા લાયક પણ નથી. આ પાણી ગુણવત્તા તપાસવા માટે BOD વેલ્યુ તપાસવા માં આવી હતી.

BOD એટલે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ જે ૩ મિલિગ્રામ પ્રતિ લીટર સુધીનું હોવું જોઈએ તો જ એ ન્હાવા લાયક ગણાય, જ્યારે સાબરમતી ની BOD વેલ્યુ સ્તર ૨૯૨ જેટલું આવ્યું તે સામાન્ય કરતા ૯૭ ઘણું વધારે મળી આવ્યું છે, જ્યારે ભાદર નદી નું BOD વેલ્યુ ૨૫૮.૬ મળી આવ્યું જે સમાન્ય કરતા ૮૬ ઘણું વધારે મળી આવ્યું છે.

ગુજરાત રાજ્ય ની માતા સમાન જીવાદોરી ગણાતી સાબરમતી, ભાદર, ખારી, ધાડર, અમલાખાડી, વિશ્વામિત્ર, મીંઢોળા, મહી, શેઢી, ભોગાવો, ભૂખી ખાડી, દમણગંગા, તાપીના નીર હવે ન્હાવા લાયક પણ નથી રહ્યાં. કેન્દ્ર સરકાર ને પર્યાવરણ ની બિલકુલ ચિંતા ના હોય તે સરકાર ના જવાબ માં પ્રતીત થાય છે. કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૨૨-૨૦૨૩ માં સૌથી વધુ ૬ પ્રદૂષિત નદી ને શૂન્ય રૂપિયા આપી જાણે ગુજરાત ના પર્યાવરણ ને તમાચો માર્યો હોય તેવું લાગે છે.

ગુજરાત ની નદીઓ ને માતા ગણી ને પૂજન કરવા વાળા ગુજરાતીઓ એ જાગૃત થઈ અને નદીઓ ને પૂર્ણજીવિત અને શુદ્ધ નીર માટે તૈયારી કરવી પડશે. સરકાર ઘેરી નિંદ્રા માં છે તે દેખાઈ આવે છે. ન્યાયતંત્ર ના વારંવાર ઠપકા, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ની તપાસ, રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા વારંવાર નદીઓ ના પ્રદુષણ ઉપર અનેક રિપોર્ટ આવ્યા છતાં ઉદાસીન સરકાર, પર્યાવરણ નું નખ્ખોદ કાઢવા જઈ રહી છે. રાષ્ટ્રીય નદી પુનરુદ્ધાર યોજના હેઠળ નદીઓ ના પ્રદુષણ ને ઘટાડવા માં આવે તે બદલ વિત્તિય સહાય આપવા માં આવે છે પણ ગુજરાત ની સૌથી વધુ ૬ પ્રદૂષિત અને ૬ પ્રદૂષિત નદીઓ ને કેન્દ્ર સરકાર દ્વારા ઠેંગો બતાવવા માં આવ્યો. સરકાર પ્રદુષણ ની ચિંતા ના કરે તે ચોકવનારું છે જ્યારે સમગ્ર વિશ્વ માં ગ્લોબલ વોર્મિંગ અને કલાયમેટ ચેન્જ ની ચર્ચા માં નરેન્દ્ર મોદી ભાગ લેવા જાય પણ પોતાના જ ગુજરાત ની નદીઓ ની સ્થિતિ દયનીય છે. સમગ્ર ભારતમાં બીજા નંબરની સૌથી વધુ પ્રદુષિત નદી સાબરમતીના કિનારે ચાઈનાના પ્રીમીયર જીંગ પીંગ ને ઝુલે ઝુલાવ્યા, સી-પ્લેનના તાયફા, અટલ બ્રીજના તાયફા, વોટર સ્પોર્ટસ ના તાયફા કર્યા, પણ સાબરમતીને પ્રદુષણથી બચાવવામાં સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ.

પ્રાયોરીટી-1 (30 એમ.જી. / લીટર કરતા વધારે)
અતિપ્રદુષિત નદી મળી આવેલ BOD (બાયો કેમીકલ ઓક્સિજન ડીમાન્ડ) વધુમાં વધુ ૩ એમ.જી. / લીટર પ્રદુષણ ઘટાડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા અપાતો ફંડ (NRCP) વર્ષ 2022-2023

સાબરમતી 292 એમ.જી. / લીટર 0
ભાદર 258.6 એમ.જી. / લીટર 0
ખારી 195 એમ.જી. / લીટર 0
અમલાખાડી 49 એમ.જી. / લીટર 0
વિશ્વામિત્રી 38 એમ.જી. / લીટર 0
ઢાઢર 33 એમ.જી. / લીટર 0

પ્રાયોરીટી-2 (20-30 એમ.જી. / લીટર)
અતિપ્રદુષિત નદી મળી આવેલ BOD (બાયો કેમીકલ ઓક્સિજન ડીમાન્ડ) વધુમાં વધુ ૩ એમ.જી. / લીટર પ્રદુષણ ઘટાડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા અપાતો ફંડ (NRCP) વર્ષ 2022-2023

મીંઢોલા 28 એમ.જી. / લીટર 0

પ્રાયોરીટી-3 (10-20 એમ.જી. / લીટર)
અતિપ્રદુષિત નદી મળી આવેલ BOD (બાયો કેમીકલ ઓક્સિજન ડીમાન્ડ) વધુમાં વધુ ૩ એમ.જી. / લીટર પ્રદુષણ ઘટાડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા અપાતો ફંડ (NRCP) વર્ષ 2022-2023

મહી 12 એમ.જી. / લીટર 0

પ્રાયોરીટી-4 (6-10 એમ.જી. / લીટર)
અતિપ્રદુષિત નદી મળી આવેલ BOD (બાયો કેમીકલ ઓક્સિજન ડીમાન્ડ) વધુમાં વધુ ૩ એમ.જી. / લીટર પ્રદુષણ ઘટાડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા અપાતો ફંડ (NRCP) વર્ષ 2022-2023
શેઢી 6.2 એમ.જી. / લીટર 0

પ્રાયોરીટી-5 (3-6 એમ.જી. / લીટર)
અતિપ્રદુષિત નદી મળી આવેલ BOD (બાયો કેમીકલ ઓક્સિજન ડીમાન્ડ) વધુમાં વધુ ૩ એમ.જી. / લીટર પ્રદુષણ ઘટાડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા અપાતો ફંડ (NRCP) વર્ષ 2022-2023

ભોગાવો 6 એમ.જી. / લીટર 0
દમણ ગંગા 5.3 એમ.જી. / લીટર 0
ભૂખી ખાડી 3.9 એમ.જી. / લીટર 0
તાપી 3.4 એમ.જી. / લીટર 91 કરોડ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed

Translate »