અરે હુઝુર વાહ તાજ, કહીયે! હોટલ તાજમાં પીસીબીનો દરોડો, 10 જુગારીઓ ઝડપાયા

અમદાવાદની ખ્યાતનામ હોટલ તાજ પર ગત રાત્રીએ અમદાવાદ શહેર પીસીબીએ દરોડો પાડતા ચકચાર મચી ગઇ છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના વેપારીઓ, સ્પોર્ટ્સ પર્શન, અને સેલિબ્રિટી જ્યાં મહેમાન બને છે તેવી હોટલ પર ગત રાત્રીએ પીસીબી ને ચોક્કસ બાતમી મળતા સાતમા માળે રૂમ નમ્બર 721માં દરોડો પાડવામાં આવ્યો.
શહેરના સિંધુ ભવન રોડ પર આવેલી વૈભવી તાજ હોટલમાં જુગાર ચાલી રહ્યું હોવાની પીસીબીને જાણ થતાં અચાનક હોટલ તાજમાં દરોડો પાડ્યો હતો. જ્યાં રૂમ નંબર 721માં થી મોટામાથાઓ ઠાઠથી જુગાર રમતા 10 જુગારીઓ મળી આવતા તેમની ધરપકડ કરી લેવાઈ હતી. જ્યાં હોટેલ તાજના માલિક કૈલાસ ગોયંકા પોતે જુગાર રમી રહ્યા હતા. તીન પત્તી ની રમતમાં સફેદ કોઈન ના આધારે રૂપિયાનો હિસાબ થતો હતો પીસીબીએ જુગારીઓ પાસેથી અંદાજે 10 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. બીજીબાજુ સંકલ્પ ગ્રૂપના માલિક કૈલાશ રામઅવતાર ગોયન્કા સહિત કેટલાક બિલ્ડરો અને ઉદ્યોગપતિ પણ જુગાર રમતા હોવાનું પીસીબીની તપાસમાં સામે આવ્યું છે. પકડાયેલ જુગારીઓ હાલ જામીન પર મુક્ત થઈ ગયા હોવાની પણ વિગતો સામે આવી છે.
પકડાયેલાં જુગારીઓના નામ :
કૈલાશ રામઅવતાર ગોયન્કા
શંકરભાઈ મોહનભાઈ પટેલ
અજિત શાંતિલાલ શાહ
કનુભાઈ અંબાલાલ પટેલ
ભાવિન ઈન્દ્રજીત પરિખ
પ્રદિપ રામભાઈ પટેલ
જગદિશ ભગવાનભાઈ દેસાઈ
નરેન્દ્ર જીવણલાલ પટેલ
હસમુખ મફતલાલ પરીખ
ભરત મણિલાલ પટેલ
જુગારના શોખીન વેપારીઓ, ઉદ્યોગપતિઓ અને મોટા માથાઓ ઘરથી બિઝનેસના કામ અર્થે જવાનું બહાનું કાઢીને હોટલમાં રૂમ બુક કરાવીને રાખતા હોય છે. અને ત્યાર બાદ તેઓ આ પ્રકારે પોતાનો શોખ પુરો કરતા હોવાનું પણ ભુતકાળમાં ઘણીવાર પ્રકાશમાં આવી ચુક્યું છે. બધાની વચ્ચે અમદાવાદમાં પણ ગેરકાયદે પ્રવૃતિઓ ફૂલીફાલી છે તે પણ દરોડા સાથે જગજાહેર થઈ ગયું છે.