આર્યન વિજય નેહરાની એશિયન ગેમ્સમાં પસંદગી. ચાઇનામાં યોજાનાર ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે

0
આર્યન વિજય નેહરાની એશિયન ગેમ્સમાં પસંદગી. ચાઇનામાં યોજાનાર ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે
Views: 163
0 0
Spread the love
Read Time:2 Minute, 12 Second

રાજકોટ મહાનગરપાલિકાના સ્વિમિંગ પુલમાં તાલિમ મેળવનાર આર્યન વિજય નેહરાની એશિયન ગેમ્સ માટે પસંદગી થતા હવે આર્યન સપ્ટેમ્બર-૨૦૨૩માં ચાઇનાના હેંગઝોઉં શહેરમાં યોજાનાર એશિયન ગેમ્સની સ્વિમિંગ કોમ્પિટિશનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. તદ્દઉપરાંત જુલાઇ-૨૦૨૩માં જાપાન ખાતે યોજાનારી આગામી વર્લ્ડ ચેમ્પિયનશિપ્સમાં પણ આર્યન નેહરા સાથે જોડાશે.

       યુએસએના શિકાગો ખાતે યોજાયેલી પ્રતિષ્ઠિત સ્વિમ સિરીઝમાં  ૮૦૦ ફ્રી સ્ટાઇલને ૮ મિનિટ ૦૩.૧૫ સેકન્ડમાં પૂર્ણ કર્યું હતું અને આ સાથે તેણે પોતાનો જ શ્રેષ્ઠ રેકોર્ડ તોડીને છ સેકન્ડથી વધુ સમયના તફાવત સાથે નવો સર્વશ્રેષ્ઠ રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો હતો.

      અત્રે ઉલ્લેખનીય છે કે આર્યન નેહરાએ રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાના સુપુત્ર છે અને દેશ વિદેશમાં યોજાતી અનેક સ્વિમિંગ કોમ્પિટિનશન ઉચ્ચ ક્રમાંક હાંસલ કરી ચુક્યા છે. રાજકોટસહિત રાજ્યમાં જુદી જુદી જગ્યાએ યાદગાર ફરજ બજાવનાર વિજય નેહરાના સુપુત્ર આર્યન નેહરા અગાઉ રાજકોટ મહાનગરપાલિકાના સ્વિમિંગ પુલમાં પણ તાલિમ લઇ ચુક્યા છે તેમજ રાજકોટ ખાતે યોજાયેલી અનેક રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં પોતાનું હીર ઝળકાવી ચુક્યા છે. અલબત્ત હવે તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે કૌશલ્ય બતાવી ભારતનું નામ રોશન કરી રહ્યા છે. આર્યનની એશિયન ગેમ્સમાં પસંદગી થતા ગુજરાત ભરમાં પણ ખુશીની લહેર પ્રસરી ગઇ છે.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed

Translate »