ગ્રીન ઇન્ડિયા મિશન હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા દેશ ના અલગ અલગ રાજ્યો ને કરોડો રૂપિયા ફાળવ્યા, ગુજરાત ને આર્યભટ્ટ નો મોટો શુન્ય (0) કેમ ?

• ગ્રીન ઇન્ડિયા મિશન માં ૧૭ રાજ્યો નો સમાવેશ, ગુજરાત રાજ્ય બાકાત.
• કેન્દ્ર સરકાર નો ગુજરાત ને તમાચો, ગ્રીન ઇન્ડિયા મિશન માં ગુજરાત નહિ.
• વર્ષ ૨૦૧૯-૨૦૨૦ માં કેન્દ્રની સરકાર દ્વારા ગુજરાતને CAMPA (Compensatory Afforestation Fund management and planning Authority funds) ફંડ્સ હેઠળ ૧૪૮૪.૬૦ કરોડ ફાળવવામાં આવ્યાં હતાં તે વણવપરાયેલા પડ્યા રહ્યા છે. છેલ્લા બે વર્ષ માં કેન્દ્ર સરકાર નો કેમ્પા ફંડ્સ વાપરવામાં આવ્યાં નથી.
• CAMPA (કેમ્પા) ફન્ડ્સ કેન્દ્ર સરકાર દ્વારા જંગલો, જૈવિક વિવિધતા, વન્ય જીવો, જળ જાળવણી ને બચાવવા જાળવવા અને સુધારવા માટે ફાળવવા આવ્યા હતા.
• કેગ ના રિપોર્ટ મુજબ બે વર્ષ માં નવા એક પણ રૂપિયા CAMPA ફંડ્સ હેઠળ ફાળવવા માં આવ્યા નથી.
• ગુજરાત સરકાર દ્વારા જંગલો ને વધારવા, વધુ વૃક્ષો વાવવા, વન્ય જીવો ના સંરક્ષણ માટે કેમ્પા ફંડ વાપરવા ની માંગ કરીએ છીએ.
• ગ્રીન ઇન્ડિયા મિશન હેઠળ કેન્દ્ર સરકારે એ ગુજરાત રાજ્ય નો સમાવેશ કરવો તેવી કેન્દ્ર સરકાર ને માંગ કરીએ છીએ..
આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે પ્રેસ કોન્ફરન્સ ને સંબોધતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયા એ જણાવ્યું હતું કે પર્યાવરણ ના સંરક્ષણ અને પર્યાવરણ ને બચાવવા માં ગુજરાત ની ભાજપ સરકાર ઉદાસીન છે તે સરકાર ના પર્યાવરણ મંત્રી ના દેશ ની સર્વોચ્ચ પંચાયત માં અપાતા જવાબ અને નિવેદનો થી પુરવાર થાય છે. કેન્દ્ર સરકાર દ્વારા સીએએફ એક્ટ ૨૦૧૬ હેઠળ કેમ્પા ફંડસ ( કંપંસેટરી એફોરેસ્ટેશન ફંડ મેનેજમેન્ટ અને પ્લાનિંગ ઓથોરિટી ફંડ) દ્વારા જંગલ ની ગુણવત્તા સુધારવા, બાયો ડાઈવર્સિટી ને સમૃદ્ધ કરવા માટે, વન્ય જીવો ના સંરક્ષણ માટે , જંગલો ના સંરક્ષણ, માટી અને જળ સંરક્ષણ માટે ફાળવવા માં આવે છે. વર્ષ ૨૦૧૯-૨૦૨૦ માં કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત સરકાર ને કેમ્પા ફંડ હેઠળ ૧૪૮૪.૬૦ કરોડ ફાળવવા માં આવ્યા પણ વર્ષ ૨૦૨૦-૨૦૨૧ અને ૨૦૨૧-૨૦૨૨ વણવપરાયેલા પડ્યા રહ્યા છે. સરકાર ને પર્યાવરણ ની બિલકુલ ચિંતા નથી તે પુરવાર થાય છે. લોકસભા માં અપાયેલ જવાબ માં સ્પષ્ટ પણે દર્શાવે છે કે વર્ષ ૨૦૧૯-૨૦૨૦ માં ફાળવાયેલા ૧૪૮૪.૬૦ કરોડ રૂપિયા હાલ માં વર્ષ ૨૦૨૩ માં કેમ્પા ફંડ હેઠળ દર્શાવવા માં આવી રહ્યાં છે, જે પુરવાર કરે છે કે ત્રણ વર્ષ દરમિયાન વણવપરાયેલ પડ્યા રહ્યા છે. ગુજરાત રાજ્યમાં ૧૩ જેટલી અતિ પ્રદુષિત નદીઓ છે, હવામાં પ્રદુષણનું પ્રમાણ ખુબ વધારે આવી રહ્યું છે. વિશાળ દરિયાકાંઠામાં ધોવાણનો મોટો પ્રશ્ન છે. જંગલોને સુરક્ષિત રાખવાની અને જંગલો વધારવાની પર્યાવરણને તાતી જરૂરીયાત છે છતાં પર્યાવરણની દિશામાં સરકાર સ્પષ્ટ પણે ઉદાસીન હોય તેવુ પ્રસ્થાપિત થાય છે.
લોકસભા ના જવાબમાં ચોકવનારો ખુલાસો થયો છે, કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા ગુજરાત રાજ્ય ના પર્યાવરણ જોડે દેખીતી રીતે અન્યાય કરવા માં આવી રહ્યો છે. ૨૦૧૪ થી કેન્દ્ર સરકાર દ્વારા ગ્રીન ઇન્ડિયા મિશન ની યોજના શરૂ કરવા માં આવી, તેમાં થી ગુજરાત ને બાકાત રાખવા માં આવ્યું છે. ગ્રીન ઇન્ડિયા મિશન હેઠળ દેશ ના ૧૭ રાજ્યો ને કરોડો રૂપિયા ફાળવવા માં આવ્યા છે, ત્યારે ગુજરાત રાજ્ય ને આર્યભટ્ટ નો મોટો શૂન્ય (0) કેમ ?
આંધ્રપ્રદેશ, અરુણાચલ, છત્તીસગઢ, હરિયાણા,હિમાચલ, જમ્મુ કાશ્મીર, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર,મિઝોરમ, ઓડિશા, પંજાબ,સિક્કિમ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ નો ગ્રીન ઇન્ડિયા મિશન હેઠળ સમાવેશ, જ્યારે પ્રધાનમંત્રી ગુજરાતી હોય, તોય ગુજરાત રાજ્ય ગ્રીન મિશન માં થી બાકાત. ગુજરાત ને ગ્રીન ઇન્ડિયા મિશનમાં થી બહાર રાખવું જાણે કેન્દ્ર સરકાર ની ગુજરાત ને તમાચો માર્યો હોય તેવું લાગી રહ્યું છે. ગ્રીન ઈન્ડિયા મિશન હેઠળ પર્યાવરણના સંરક્ષણ અને ક્લાઈમેન્ટ ચેન્જ માટે કેન્દ્ર સરકારની યોજના દ્વારા રાજ્યોને ફંડ ફાળવવામાં આવે છે જ્યારે ગુજરાત રાજ્યમાં મોટા પ્રમાણમાં પ્રદુષણ અને ક્લાઈમેન્ટ ચેન્જના પ્રશ્નો છે છતાં ગુજરાતનો ગ્રીન ઈન્ડિયા મીશનમાં સમાવેશ થતો નથી.
કેન્દ્ર ની ભાજપ સરકાર દ્વારા ગુજરાત નો તાત્કાલિક ગ્રીન ઇન્ડિયા મિશન માં સમાવેશ કરવા ની ઉગ્ર માંગ કરીએ છીએ. પર્યાવરણ ને બચાવવા અને સંરક્ષણ માટે નો કેમ્પા ફંડસ તાત્કાલિક ઉપયોગ માં લેવા માં આવે તેવી માંગ કરીએ છે.