માત્ર સાત દિવસમાં 100થી વધુ મોબાઇલની ચોરી! પરપ્રાંતીય ગેંગ ઝડપાઇ

– આરોપીઓ ભીડભાળવાળી જગ્યાને કરતા
ટાર્ગેટ કરતા હતા
– ઝડપાયેલા પાંચે આરોપીઓ ઝારખંડ અને
ઓડીસાના રહેવાસી
અમરાઇવાડી પોલીસે ચોરીના મોંઘાદાટ 12 લાખના મોબાઇલ સાથે પાંચને ઝડપી લીધા છે. તેમજ આરોપીઓ પાસેથી 102 મોબાઈલ અને સાથે જ એક મોંઘી દાટ સાયકલો પણ કબ્જે કરી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસને જાણવા મળ્યું હતું કે, આરોપીઓ ભીડભાળ વાળી જગ્યાએ જઇ લોકોને ટાર્ગેટ કરતા હતા અને તેમણે માત્ર સાત ક્વિસમાં 102 મોબાઇલની ચોરી કરી છે. એટલું જ નહીં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાંથી પણ મોબાઇલ ચોર્યા હોવાનું સામે આવ્યું છે. પકડાયેલ આરોપીઓ ઝારખંડ અને ઓડીસાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
અમરાઈવાડી પોલીસને બાતમી મળી કે અમરાઈવાડીમાં મકાન ભાડે રાખી મોબાઇલ ચોરી કરનાર આરોપીઓ વિસ્તારમાં રહે અને શંકાસ્પદ પ્રવૃત્તિ સાથે તેઓ જોડાયેલા છે. જેથી પોલીસે ત્યાં દરોડો પાડ્યો હતો અને તેમના ઘરની તપાસ કરતા ઘરમાંથી 12 લાખથી વધુની કિંમતના 102 મોબાઈલ મળી આવ્યા હતા. જે તમામ ચોરીના હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે 12 લાખનો મુદ્દામાલ કબજે કરી મહંમદ હીરુદ્દીન શેખ, જીતેન્દ્ર સહાની, ટીંકુ ચૌધરી, અમિત ચૌધરી અને કરણ મોહતોની ધરપકડ કરી છે.પોલીસને પકડાયેલ આરોપીઓની પૂછપરછ જાણવા મળ્યું કે આરોપીઓ ઝારખંડથી અમદાવાદ આવતા ટ્રેનમાં પણ મોબાઈલ ચોરી કરતા હતા. એ સિવાય બસ કે રીક્ષામાં પણ મુસાફરી કરતા લોકોના મોબાઈલની ચોરી કરતા હતા. ઉપરાંત કોઈપણ જગ્યાએ ભીડ ભેગી થઈ હોય તેવી જગ્યાએ જઈ મોબાઈલ ચોરીને અંજામ આપતા હતા. આરોપીઓએ અમદાવાદ, ગાંધીનગર તથા આસપાસના અન્ય વિસ્તારમાંથી પણ મોબાઇલ ચોરીને અંજામ આપ્યો હતો.ઉલ્લેખનીય છે કે આરોપીઓ ચોરીના તમામ મોબાઇલ ઓડીશા ખાતે વેચાણ કરતા હતા અને ત્યારબાદ અન્ય આરોપીઓ મોબાઈલનો નિકાલ કરતા હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ માત્ર સાત જ ક્વિસમાં 102 મોબાઇલ ચોર્યા હતા. આરોપીઓ અડધા ભાવે ફોન વેચી દેતા હોવાનું પણ સામે આવ્યું છે.