અમદાવાદ વધુ એક વખત ડુપ્લીકેટ હારપિક અને લાઈઝોલનો જથ્થો ઝડપાયો

અગાઉ ઓશિયા મોલ માંથી ડુપ્લીકેટ હારપિકનો જથ્થો ઝડપાયો હતો
દોઢ મહિના અગાઉ દરિયાપુર વિસ્તાર માંથી પણ ઝડપાયો હતો ડુપ્લીકેટ હારપિકનો જથ્થો
શહેરમાં અસલીના નામે નકલી પ્રોડકટ બનાવી અને વેચવાનું સુનિયોજિત કૌભાંડ ચાલી રહ્યું છે ત્યારે જો આપ હારપિક, અને લાઈઝોલનો વપરાશ કરતા હોય તો ચેતી જજો. શહેરમાં મળી રહ્યું છે અસલીના નામે નકલી આબેહૂબ હારપિક અને લાઈઝોલ ટોયલેટ ક્લીનર.
નેત્રીકા કન્સલ્ટિંગ પ્રાઇવેટ લીમીટેડ કંપનીના મેનેજર ચિરાગભાઈ પંચાલ જેમનું કામ અલગ અલગ કંપની પ્રોડકટની નકલ થતી અટકાવવી. ચિરાગભાઈ પંચાલને અંગત બાતમી મળી હતી કે અમદાવાદ શહેરમાં વધુ એક વખત ડુપ્લીકેટ હારપિક અને લાઈઝોલનું વેચાણ થઈ રહ્યું છે. ચોક્કસ બાતમીને લઈને ચિરાગભાઈ પંચાલ દ્વારા અમદાવાદ શહેર ઝોન 03 ડીસીપી સુશીલ અગ્રવાલ ને સમગ્ર બાબતે અવગત કર્યા.

પોલીસના બંદોબસ્ત સાથે શહેરકોટડા વિસ્તારમાં આવેલ કાલુપુર બ્રિજના છેડે સુમેલ બિઝનેશ સેન્ટરમાં આવેલ ઓમપ્રકાશ લાખાણીની દુકાનમાં દરોડો પાડતા મોટી સંખ્યામાં ડુપ્લીકેટ હારપિક અને લાઈઝોલનો જથ્થો મળી આવ્યો. અંદાજે 80 હજાર જેટલા રૂપિયાના મુદ્દામાલમાં 500 ગ્રામ, અને 200 ગ્રામની બોટલો ઝડપી પાડવામાં આવી. આબેહૂબ નકલ કરી ને ઓમપ્રકાશ લાખાણી દ્વારા હારપિક અને લાઈઝોલ કંપનીને લાખો રૂપિયાનું નુકશાન થયું હોવાની માહિતી છે.
અગાઉ દરિયાપુર વિસ્તારમાં અને ઓશિયા મોલમાં પણ ઝડપાયો હતો જથ્થો
ચિરાગ પંચાલ જણાવ્યું કે ઓમપ્રકાશ લાખાણી અને તેમના ભાઈ વિનોદ લાખાણી દ્વારા હારપિક અને લાઈઝોલ જેવી કંપનીઓની પ્રોડક્ટ્સનું ડુપ્લિકેશન કરી અસલીના નામે નકલી પ્રોડક્ટ્સ ગ્રાહકો સુધી પહોંચતી કરી ગ્રાહકો અને હારપિક અને લાઈઝોલ કંપની ને લાખો નું નુકશાન કરી પોતે કમાવવાનું ષડયંત્ર ચલાવવામાં આવી રહ્યું છે.

હાલ પોલીસ દ્વારા ડુપ્લીકેટ હારપિક અને લાઈઝોલનો જથ્થા સાથે ઓમપ્રકાશ લાખણીની અટકાયત કરી છે અને વિવિધ કંપનીઓનું ડુપ્લિકેશન કઈ જગ્યા પર કરવામાં આવી રહ્યું છે. અને અત્યાર સુધી તેમને અસલીના નામે નકલી માલ કોને કોને આપ્યો છે જેવી માહિતીઓ મેળવવા માટે ઓમપ્રકાશ લાખાણીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે.