યુવતીના પતિને ધમકી આપી બીભત્સ વર્તન કરતા પડોશી યુવક સામે ફરિયાદ

નારોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
નારોલ વિસ્તારમાં રહેતી 27 વર્ષીય યુવતીએ નારોલ પોલીસ મથકે પડોશમાં રહેતા ચિરાગ ચાવડા સામે ધાકધમકી સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ 31 ઓક્ટોબર 2021ના રોજ તેઓ પતિ સાથે ઘરે હાજર હતા .દરમિયાન ચિરાગે “દર્શના તારા સિવાય કોઈ નહી”તેવો યુવતીના પતિના ઈન્સ્ટાગ્રામમાં વિડીઓ મોકલ્યો હતો. જેથી પતિ સમજાવવા જતા અચાનક ઉશ્કેરાઈ જઇ ચિરાગ ગંદી ગાળો બોલવા લાગ્યો હતો. અને મારવાની ધમકી આપી હતી.ત્યારબાદ આ અંગે સામાજિક રીતે સમાધાનની વાત ચાલી રહી હતી.તે સમય દરમિયાન અવારનવાર ઘર પાસેથી નીકળતા ચિરાગ જોરજોરથી બુમો પાડી ગીતો
ગાતો હતો.એટલું જ નહીં ગંદી ગાળો પણ બોલતો હતો.જેથી તંગ આવી યુવતીએ અગાઉ સરખેજ પોલીસ મથકે અનવ સાયબર ક્રાઇમમાં અરજી આપી હતી.જોકે હવે પછી આવું નહિ કરું તેમ કહી ચિરાગે માફી માંગતા જે તે સમયે પોલીસ ફરિયાદ કરી ન હતી .પરંતુ હજુ સુધી તે ન સુધરતા અંતે કંટાળીને યુવતીએ પોલીસ ફરીયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.