પીએમ મોદીના હસ્તે ઓલ ઇન્ડિયા રેડીયો એફએમ ટ્રાન્સમિટર થરાદનું કરાયું ડિઝીટલી લોકાર્પણ

0
પીએમ મોદીના હસ્તે ઓલ ઇન્ડિયા રેડીયો એફએમ ટ્રાન્સમિટર થરાદનું કરાયું ડિઝીટલી લોકાર્પણ
Views: 23
0 0
Spread the love
Read Time:2 Minute, 19 Second

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વરદહસ્તે બનાસકાંઠા જિલ્લાના થરાદ સહિત દેશમાં કુલ -91 જેટલાં ઓલ ઇન્ડિયા રેડીયો એફ.એમ.ટ્રાન્સમિટરનું  ડિઝીટલી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે થરાદ ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી અને લોકસભા સાંસદ પરબતભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં થરાદ રેડીયો એફ.એમ.ટ્રાન્સમિટરનું લોકાર્પણ કરાયું હતું.

        આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીએ દૂરદર્શનની ટીમને શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે, આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના  હસ્તે ઉત્તર ગુજરાતના થરાદ અને રાધનપુર એમ બે જગ્યાએ એફ.એમ. રેડીયોનું ડિઝીટલી લોકાર્પણ કરવામાં આવ્યું છે. ટેક્નોલોજીનો સદઉપયોગ કરી રેડિયોના માધ્યમથી વડાપ્રધાનએ “મન કી બાત” ના 100 એપિસોડ પુરા થઈ રહ્યા છે. વાંચવું, જોવું અને સાંભાળવું  આ ત્રણ બાબતોમાં સાંભળતી વખતે માઈન્ડને એપસન્ટ રાખી શકાતું નથી. થરાદ ખાતે એફ.એમ.રેડીયો શરૂ થવાથી 10 કી.મી. વિસ્તારમાં એફ.એમ.રેડીયો સાંભળી શકાશે.

        આ પ્રસંગે સાંસદ પરબતભાઇ પટેલે જણાવ્યું કે, આજે સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે 91 એફ.એમ.રેડીયો સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેનાથી વિદ્યાર્થીઓ, યુવાનો, ખેડૂતો અને મહિલાઓની જાગૃતિમાં વધારો થશે તથા આ સરહદી વિસ્તારના લોકો સતત અપડેટ રહી શકશે.
         આ પ્રસંગે જિલ્લા કલેકટર વરુણ બરનવાલ, અગ્રણી કનુભાઈ વ્યાસ,  રૂપસીભાઇ પટેલ સહિત આગેવાનો, પ્રસાર ભરતીના અધિકારીઓ અને ગ્રામજનો સારી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed

Translate »