ગુજરાત સરપ્લસ પાવર સ્ટેટ નહીં પણ દેશમાં ‘પાવર પરચેઝ સ્ટેટ નં. ૧’ બન્યું!  વીજ ઉત્પાદન, ખરીદી સહિતની વિગતો સાથે શ્વેતપત્ર બહાર પાડવા કોંગ્રેસ પક્ષની માંગ.

0
ગુજરાત સરપ્લસ પાવર સ્ટેટ નહીં પણ દેશમાં ‘પાવર પરચેઝ સ્ટેટ નં. ૧’ બન્યું!  વીજ ઉત્પાદન, ખરીદી સહિતની વિગતો સાથે શ્વેતપત્ર બહાર પાડવા કોંગ્રેસ પક્ષની માંગ.
Views: 31
0 0
Spread the love
Read Time:7 Minute, 42 Second

• ભાજપ સરકારના શાસનમાં ગુજરાત રાજ્ય સરપ્લસ પાવર સ્ટેટ નહીં પણ દેશમાં ‘પાવર પરચેઝ સ્ટેટ નં.૧’ બની ગયું છે.
• રાજ્યમાં વીજ વપરાશ કરતાં રહેણાંક કક્ષાના ગ્રાહકો પાસેથી ગ્રામ્ય વિસ્તારમાં ૭.૫% અને શહેરી વિસ્તારમાં ૧૫%ના દરે વીજ ડ્યુટી અન્વયે બે વર્ષમાં ૨૭૮૭.૬૨ કરોડ વીજ ગ્રાહકો પાસેથી વસુલવામાં આવ્યા.
• ભાજપ સરકારે પાવર પરચેઝ એગ્રીમેન્ટના ભાવોનો ઉલાળિયો કરીને ઊંચા ભાવે વીજળી ખરીદી કરી કરોડો રૂપિયા ખાનગી વીજ કંપનીઓને ચૂકવી મોટા પાયે ભ્રષ્ટાચાર આચર્યો છે ત્યારે વીજ ઉત્પાદન, ખરીદી સહિતની વિગતો સાથે શ્વેતપત્ર બહાર પાડવા કોંગ્રેસ પક્ષની માંગ.

ભાજપ સરકારના શાસનમાં ગુજરાત રાજ્ય સરપ્લસ પાવર સ્ટેટ નહીં પણ દેશમાં ‘પાવર પરચેઝ સ્ટેટ નં. ૧’ બની ગયું છે. ભાજપ સરકારે પાવર પરચેઝ એગ્રીમેન્ટના ભાવોનો ઉલાળિયો કરીને ઊંચા ભાવે વીજળી ખરીદી કરી કરોડો રૂપિયા ખાનગી વીજ કંપનીઓને ચૂકવી મોટા પાયે ભ્રષ્ટાચાર આચર્યાનો ગંભીર આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા કોસ્ટલ ગુજરાત પાવર લિ. (ટાટા પાવર) સાથે તા.૨૨-૭-૨૦૦૭ના રોજ ૨૫ વર્ષ માટે રૂ.૨.૨૬ પ્રતિ યુનિટના દરે વીજ ખરીદીની કરાર કરવામાં આવેલ તેમછતાં રૂ.૫.૯૦ પ્રતિ યુનિટ સુધીના ઉંચા ભાવો ચુકવી વીજ ખરીદી કરવામાં આવે છે. સને ૨૦૨૧ અને ૨૦૨૨માં ટાટા પાવર પાસેથી ૧૭,૭૬૧ મીલીયન યુનિટ વીજળી ખરીદવામાં આવેલ છે, રૂ.૨.૨૬ પ્રતિ યુનિટના બદલે વર્ષ ૨૦૨૧માં સરેરાશ રૂ.૨.૮૧ પ્રતિ યુનિટ અને વર્ષ ૨૦૨૨માં રૂ.૪.૯૨ પ્રતિ યુનિટ લેખે ચૂકવવામાં આવેલ છે. આમ, રાજ્ય સરકારે ૧૪૯૭ કરોડ ફીકસ પેટે મળીને કુલ રકમ રૂ.૬,૭૮૮ કરોડની માતબર રકમ ટાટા પાવરને ચૂકવી છે. મુળ કરાર મુજબ વીજળી ખરીદી કરવામાં આવી હોત તો આ રકમમાં જેટલી ઓછી ચૂકવવી પડી હોત.

રાજ્યમાં આવેલ રાજ્ય સરકાર હસ્તકના વીજ પાવર પ્લાન્ટ જેવા કે સિક્કા થર્મલ પાવર પ્લાન્ટ, ઉત્તરાણ ગેસ પાવર પ્લાન્ટ, ધુવારણ ગેસ પાવર પ્લાન્ટ, ગુજરાત સ્ટેટ એનર્જિજનરેશન કંપની લિ.હજીરા(સ્ટેજ-૨) અને ગુજરાત ઈન્ડસ્ટ્રીજ પાવર કપંની લિ.(એસ.એલ.પી.પી.)માં ઉત્પાદન શૂન્ય છે, જ્યારે રાજ્ય સરકાર હસ્કતના અન્યો પાવર પ્લાન્ટો માંડ ૩૦%ની ક્ષમતાએ ચલાવવામાં આવે છે તેની સામે ખાનગી કંપનીઓ ૮૬%ની ક્ષમતાએ ચલાવવામાં આવે છે. આમ, સરકારી પ્લાન્ટ પુર્ણ ક્ષમતાએ ચાલી શકે તેવા સક્ષમ પ્લાન્ટ હોવા છતાં રાજ્ય સરકાર ખાનગી વીજ ઉત્પાદકોને ફાયદો કરાવવા, ખાનગી ઉત્પાદકોની વીજળી ખરીદવા માટે સરકારી પાવર પ્લાન્ટ ચલાવતી નથી.

રાજ્યમાં વીજ વપરાશ કરતાં રહેણાંક કક્ષાના ગ્રાહકો પાસેથી ગ્રામ્ય વિસ્તારમાં ૭.૫% અને શહેરી વિસ્તારમાં ૧૫%ના દરે વીજ ડ્યુટી અન્વયે વર્ષ ૨૦૨૧માં રૂ.૧૨૯૪.૯૩ કરોડ અને વર્ષ ૨૦૨૨માં રૂ.૧૪૯૨.૬૯ કરોડ મળી બે વર્ષમાં ૨૭૮૭.૬૨ કરોડ વીજ ગ્રાહકો પાસેથી વસુલવામાં આવ્યા છે. રાજ્ય સરકારે વિવિધ ખાનગી વીજ મથકોને વર્ષ ૨૦૨૧માં રૂ.૧૦૪૫૪.૬૭ કરોડ અને વર્ષ ૨૦૨૨માં રૂ.૧૪૦૫૮.૦૮ કરોડ મળી કુલ રૂ.૨૪,૫૧૨.૭૫ જેટલી માતબર રકમ ચૂકવવામાં આવી છે.
રાજ્ય સરકાર સંચાલિત વીજ મથકોમાં બે વર્ષમાં ૪,૨૯,૧૫,૫૦૬ મેટ્રીક ટન કોલસાની અને ૮.૦૮ MMSCMD ગેસના જથ્થાની જરૂરીયાત હતી તે માંગણી રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ કરવામાં આવેલ હતી. તે અન્વયે કેન્દ્ર સરકારે ગેસના જથ્થાની ફાળવણી કરેલ. જરૂરીયાત કરતાં ૧,૫૦,૩૦,૬૩૭ મેટ્રીક ટન કોલસો અને ૧.૦૩ MMSCMD ગેસના જથ્થાની ઓછી ફાળવણી કરવામાં આવેલ છે. વર્ષ 2001-02થી વર્ષ 2017-18 સુધીમાં સરકારી વીજમથકો કરતાં ખાનગી વીજ મથકોની વીજ ઉત્‍પાદન ક્ષમતામાં 611%નો જ્‍યારે વીજ ઉત્‍પાદનમાં 11279%નો વધારો થયો. રાજ્‍ય સરકાર દ્વારા કોલસાનું કારણ આગળ કરીને, વીજ મથકના રીપેરીંગનું કારણ આગળ ધરીને ખાનગી વીજ ઉત્‍પાદકો પાસેથી કરોડો રૂપિયાની વીજળી ખરીદવામાં આવે છે. વર્ષ 2008-09થી 2017-18માં રાજ્‍ય સરકાર દ્વારા ખાનગી વીજ ઉત્‍પાદકો પાસેથી 2,88,598 મિલિયન યુનિટ કરતાં વધારે વીજળી ખરીદવામાં આવી છે અને તે પેટે ખાનગી કંપનીઓને રૂ. 80,728 કરોડથી વધારેની રકમ ચૂકવાઈ છે.

સરકારશ્રી દ્વારા જાહેરાત કરવામાં આવે છે કે, બે વર્ષમાં તમામ ખેડૂતોને વીજજોડાણ આપી દેવામાં આવશે. આજે રાજ્‍યમાં 1,96,860 કરતાં વધારે ખેતીવિષયક વીજજોડાણો મેળવવાની અરજીઓ પડતર છે. એક લાખ કરોડની વીજળી ખરીદાઇ પણ ભાજપ સરકાર ખેડૂતોને ૬ કલાક પણ વીજળી આપી શકી નથી. સરકારે ખેડૂતો માટે વીજળી નથી ખરીદી પણ ઉદ્યોગો માટે ખરીદી છે. જર્ક દ્વારા મેરીટ ઓર્ડર મુજબ એટલે કે સસ્તી વીજળી ખરીદવાના નિયમનો પણ ભાજપ સરકાર દ્વારા ભંગ કરવામાં આવે છે.


ગુજરાત સરકારે અદાની, એસ્સાર, ટાટા સાથે વીજ ખરીદી માટે ૨૫ વર્ષના કરાર કરેલ છે ઉર્જામંત્રીએ યુનિટદીઠ વીજ ખરીદીના ભાવો દર્શાવ્યા છે જેના કરતા ઊંચા ભાવે વીજ ખરીદી કરવામાં આવી છે. ભાજપ સરકારના શાસનમાં ગુજરાત રાજ્ય સરપ્લસ પાવર સ્ટેટ નહીં પણ દેશમાં ‘પાવર પરચેઝ સ્ટેટ નં. ૧’ બની ગયું છે. ભાજપ સરકારે પાવર પરચેઝ એગ્રીમેન્ટના ભાવોનો ઉલાળિયો કરીને ઊંચા ભાવે વીજળી ખરીદી કરી કરોડો રૂપિયા ખાનગી વીજ કંપનીઓને ચૂકવી મોટા પાયે ભ્રષ્ટાચાર આચર્યો છે. ત્યારે છેલ્લા પંદર વર્ષમાં સરકારી વિજમથકોની ક્ષમતા, ઉત્પાદન યુનિટો, ખાનગી વિજ કંપનીઓની ક્ષમતા, ઉત્પાદન, વસુલ કરવામાં આવતા નાણાં, સરકારે ખરીદેલા વિજ યુનિટનો દર સહિતની વિગતો સાથે શ્વેતપત્ર બહાર પાડવા કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed

Translate »