ઉબર-રેપિડોના વાહન દેખાયા તો જપ્ત કરાશે! RTOની મંજૂરી વિના વ્હીકલ્સ ચલાવતા હોવાની ફરિયાદ બાદ એક્શન

અમદાવાદમાં ઓનલાઈન એપ આધારીત ઉબર ટેક્સી અને રેપિડોને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. ઓનલાઈન એપ આધારીત ઉબર ટેક્સી અને રેપિડો બાઈક પર પ્રતિબંધ જાહેર કર્યો છે. વિગતો મુજબ RTOની મંજૂરી વિના વાહનો દોડાવાતા હોવાની ફરિયાદો બાદ કાર્યવાહી કરાઇ હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદમાં હવે RTOની મંજૂરી વિનાના ઉબર અને રેપિડોના વાહનો રોડ પર દેખાશે તો જપ્ત કરાશે. વિગતો મુજબ RTOની મંજૂરી વિના વાહનો દોડાવાતા હોવાની ફરિયાદો બાદ કાર્યવાહી કરાઇ છે. જોકે ફરિયાદો બાદ RTOની તપાસ બાદ પ્રતિબંધ મુકાયો છે. એપ આધારિત લાઈસન્સ ન ધરાવનાર સર્વિસ પર પ્રતિબંધ જાહેર કરાયો છે. એપ આધારિત લાઈસન્સ ન ધરાવનાર સર્વિસ પર પ્રતિબંધ વચ્ચે તંત્ર દ્વારા ઉબરની 4 ટેક્સી, રેપિડોના 2 બાઈક જપ્ત કરી વાહનદીઠ રૂ.10 હજારનો દંડ ફટકારાયો છે. મહત્વનું છે કે, ઉબર અને રેપિડોના વાહનોએ RTOમાં રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે. આ સાથે ઓનલાઈન અરજી કરી રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે. જોકે હવે આ મામલે ટ્રાફિક પોલીસે પણ પોલીસકર્મીઓને યોગ્ય કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે.
કોણે કરી ફરિયાદ
ઓટો રીક્ષા ચાલક વેલફેર એસોસિયેશન અમદાવાદ દ્વારા છેલ્લા કેટલાક મહિનાઓથી શહેરમાં ચાલતા ગેરકાયદેસર મોટરસાયકલ ટેક્સી બાબતે ફરિયાદ કરી હતી. ઓટો રીક્ષા ચાલક વેલફર એસોસિએશનના પ્રમુખ રાજ સિરકે દ્વારા જણાવવામાં આવ્યું કે, તંત્ર દ્વારા રીક્ષા ચાલક પાસે ડિજિટલ ફ્લેગ મીટરની આશા રાખવામાં આવે છે પરંતુ શહેરમાં ઓલા, ઉબેર, રેપીડો જેવી અનેક કંપનીઓ દ્વારા એપના માધ્યમથી ધંધો કરવામાં આવે છે જેમાં વિશેષ કરી મોટર સાયકલ ટેક્સીના કન્સેપટમાં મોટર સાયકલનું ટેક્ષી પાસિંગ હોતું નથી અને તેમાં કોઈ મીટર પણ નથી હોતા મહત્વની વાત કે મુસાફર માટે કોઈ વીમો પણ નથી હોતા. ત્યારે તેમના દ્વારા સરેઆમ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે.
અગાઉ ઓટો રીક્ષા ચાલક વેલફર એસોસિએશન અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે મિટિંગ પણ કરવામાં આવી હતી. જેમાં સમગ્ર બાબતે વિગતવાર રજુઆત પણ ઓટો રીક્ષા ચાલકો દ્વારા કરવામાં આવી હતી.