લ્યો! હવે, વરીયાળીમાં પણ મિલાવટ કરોડો રૂપિયાની નકલી વરિયાળી ઝડપાઇ

ઉનાળાની ગરમીમાં વરીયાળી નું શરબત પિતા ચેતજો. મોરબી એલસીબી એ નકલી વરીયાળી નો જથ્થો ઝડપાયો
મોરબી શહેરમાં નકલી વસ્તુ ઝડપવાનો સિલસિલો ચાલુ જ રહ્યો છે. નકલી મસાલા, ભેળસેળ યુક્ત કૂડ, નકલી પનીર વગેરે વસ્તુઓ પકડાય છે. ત્યારે મોરબી જીલ્લાના હળવદ તાલુકામાં હળવદની વંદન એન્ટરપ્રાઈઝ નામની ફેક્ટરી પર LCBના દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાં નકલી કેમિકલયુક્ત ૪૯ હજારથી વધુ કિલો જથ્થમાં વરીયાળી ઝડપાય હતી.
મોરબીમાં હળવદના GIDC વિસ્તારમાં ધમધમતી વંદન એન્ટરપ્રાઈઝ નામની વરીયાળીની કેક્ટરી જેમાંથી રૂ.1.71 કરોડ રૂપિયાનો 49130 કિલો ભેળસેળ યુક્ત વરિયાળીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ કંપની સીલ કરવામાં આવી છે. આ દરોડા દરમિયાન LCB ને ફેક્ટરીમાંથી કેમિકલ યુક્ત પાવડર વાળી વરિયાળીનો જથ્થો જપ્ત કર્યો છે. રૂ. 1.71 કરોડનો 49,130 કિલો ભેળસેળ યુક્ત વરિયાળીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. એટલું જ નહીં લોકોના સ્વસ્થ્ય સાથે ચેડાં કરતાં કેમિકલ યુક્ત વરિયાળી વેપાર કરનાર હિતેશ અગ્રવાલને પણ ઝડપી પાડવામાં આવ્યો છે. ડુપ્લીકેટ કેમિકલ યુકત પાવડર ભેળસેળ યુક્ત વરિયાળીમાં 49,130 કિલો હતો જેની કિંમત રૂ. 1કરોડ 71650, તેમજ સાદી વરિયાળી 6400 કિલોગ્રામ વરિયાળી છે જેની કિંમત 1 કરોડ,12 લાખ, 82 હજાર 150 નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.