ભારતીય રિઝર્વ બેંકનો મોટો નિર્ણય! 2 હજારની નોટનું સર્ક્યુલેશન બંધ, 30 સપ્ટેમ્બર સુધી બેંકમાં બદલાવી શકાશે

RBIનો મોટો નિર્ણય, હવેથી RBI એક પણ 2 હજાર રુપિયાની નવી નોટ બહાર નહીં પાડે
2 હજારની ચલણી નોટ પર ચાલતી તમામ અટકળોનો અંત
RBIએ 2 હજારની નોટનું સર્ક્યુલેશન બંધ કરવાની કરી જાહેરાત
સર્ક્યુલેશન બંધ થશે પણ 2 હજારની નોટ ચલણમાં માન્ય રહેશે
ભારતીય રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટ પર મોટો નિર્ણય લીધો છે. RBI ટૂંક સમયમાં દેશભરમાંથી 2000 રૂપિયાની નોટ પાછી ખેંચી લેશે. પરંતુ આ કિસ્સામાં પણ એક સમસ્યા છે. RBI એ પણ સ્પષ્ટ કર્યું છે કે 2000 રૂપિયાની નોટ લીગલ ટેન્ડર તરીકે ચાલુ રહેશે. ભારતીય રિઝર્વ બેંકે 2 હજારની ચલણી નોટ પર ચાલતી તમામ અટકળોનો અંત લાવ્યો છે, RBIએ 2 હજારની નોટનું સર્ક્યુલેશન બંધ કરવાની કરી જાહેરાત અત્રે તમને જણાવી દઈએ કે, સર્ક્યુલેશન બંધ થશે પણ 2 હજારની નોટ ચલણમાં ચાલુ જ રહેશે તેમજ બજારમાં અસ્તિત્વમાં રહેલી તમામ 2 હજારની નોટ માન્ય રહેશે.
‘ક્લીન નોટ પોલિસી’ હેઠળ નિર્ણય
ભારતીય રિઝર્વ બેંકે સૌથી મોટી ચલણી નોટને લઈ નિર્ણય લીધો છે, RBI અનુસાર 2000 રૂપિયાની નોટ લીગલ ટેંન્ડર રહેશ પરંતુ તેનું સર્કુલેશન બંધ કરવામા આવેશ. ભારતીય રિઝર્વ બેંકે દેશની વિવિધ બેંકોને સલાહ આપી છે કે, 2000 રૂપિયાની નોટને તાત્કાલિક અસર બહાર સર્કુલેશન કરવાનું બંધ કરવામા આવે. અત્રે તમને જણાવી દઈએ કે, રિઝર્વ બેંકે આ નિર્ણય ‘ક્લીન નોટ પોલિસી’ હેઠળ લીધો છે. વર્ષ 2016માં રિઝર્વ બેંક દ્વારા નોટબંધી બાદ રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટ બહાર પાડી હતી.
30 સપ્ટેમ્બર સુધી 2 હજારની નોટ બેંકમાં બદલાવી શકાશે
8 નવેમ્બર 2016ના રોજ દેશમાં નોટબંધી લાગુ કરાઈ હતી તેમજ સરકારે 500 અને 1 હજારની નોટ બંધ કરીને 500 અને 2 હજારની નોટ જાહેર કરી હતી, કાળા નાણા પર બ્રેક લગાવવા માટે નોટબંધી લાગુ કરાઈ હતી.નોટબંધી બાદ પણ 2 હજારની નોટ છપાતા કાળા નાણાની ફરિયાદો વધી હતી. 2 હજારની નોટ ઓછી જગ્યા રોકતી હોવાથી સંગ્રહખોરી વધી હતી. RBIને પણ સંગ્રહખોરો અંગે અનેક ફરિયાદો મળતી હતી. ફરી એકવાર કાળા નાણા પર બ્રેક લગાવવા 2 હજારની નોટનું સર્કુલેશન બંધ કર્યું છે. જો કે, 30 સપ્ટેમ્બર સુધી 2 હજારની નોટ બેંકમાં બદલાવી શકાશે.