પૂર્વ વિસ્તારમાંથી કારમાં બ્લેક ફિલ્મ લગાડનાર 196 લોકો પાસેથી 1 લાખથી વધુનો દંડની વસુલાત

પોલીસ, ભારત સરકાર, પ્રેસ લખેલ લખાણ મામલે પોલીસે સાન ઠેકાણે લાવી
શહેરમાં નબીરાઓ કારમા બ્લેક ફિલ્મ લગાડ્યા બાદ તેમાં પ્લેટ બનાવી પ્રેસ, પોલીસ અને ભારત સરકાર તેવા સ્લોગન લખી રોફ જમાવતા ફરી રહ્યા હોવાનું જોવા મળે છે. તેવામાં શહેર ટ્રાફિક પોલીસે આવા નબીરાઓની શાન ઠેકાણે લાવી દીધી હતી. બ્લેક ફિલ્મ લગાવીને નીકળનારા આવા લોકોને પોલીસે બ્લેક ફિલ્મ ઉતરાવી દીધી છે તેમ જ દંડ પણ કર્યો હતો.
કાળઝાળ ગરમીમાં અમદાવાદ શહેર પોલીસ સતત ટ્રાફિક નિયમન દરમિયાન કોઈને પણ તકલીફ ન પડે તે માટે પ્રયાસ કરે છે ઉપરાંત હવે કોઈ નિયમ તોડે તો તેને પણ નહીં છોડવાનું મન અમદાવાદ ટ્રાફિક પોલીસે બનાવી લીધું હોવાનું જાણવા મળ્યું છે. તમામ VVIPના નામે ફરતા લોકોની શાન ઠેકાણે લાવવા શહેર પૂર્વ વિસ્તારમાં ટ્રાફિક પોલીસે ડ્રાઇવ રાખીને એવા લોકોને પકડ્યા હતા જેવો પોતાની કારમાં બ્લેક ફિલ્મ લગાવીને નીકળ્યા હતા. આ કારમાં બ્લેક ફિલ્મની સાથે સાથે તેઓએ પોતાની કારમાં એક પ્લેટ લગાવી હતી જે પ્લેટ પર તેઓએ પ્રેસ પોલીસ અથવા ભારત સરકાર જેવી વિગતો લખી હતી પોલીસે તેઓને ખાસ સમક્ષ શીખવાડ્યું અને તમામ ફિલ્મ તેમની સામે ઉતરાવીને તેમને સામાન્ય નાગરિક જ છે તેવું સમજાવી દીધું હતું તેની સાથે પોલીસે કુલ 196 લોકોને આ પ્રકારે દંડ કર્યા છે અને કુલ એક લાખથી વધુનો દંડ વસૂલ્યો પણ કર્યો હતો. બીજીબાજુ તમામને નિયમમાં રહેવા માટે સમજાવ્યા હતા અને હવે પછી આ પ્રકારે બ્લેક ફિલ્મમાં દેખાશે તો કડક કાર્યવાહી કરવાની સૂચના પણ આપી હતી.