શાહીબાગ પોલીસ ઉપર જબરદસ્ત પથ્થરમારો! ચાઇના ગેંગના લીડરને બચાવવા માટે સાગરીતોએ કર્યો હુમલો

ડી સ્ટાફ ઓફીસ થી 500 મીટરના અંતરે ઘટી ઘટના
પોલીસ કર્મી ગંભીર રૂપે ઘાયલ
ફાયરિંગ પણ થયું હોવાની ચર્ચા
ગુણખોરીને ડામવા પોલીસ ચુસ્ત બની રહી છે ત્યારે સામે ગુનેગારો પણ પોલીસ સામે ચેલેન્જ કરી રહ્યા હોવાના દ્રશ્યો અમદાવાદ શાહીબાગ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલ મોતીલાલની ચાલી પાસે સર્જાતા સનસની મચી ગઇ. શાહીબાગ પોલીસના ડિસ્ટાફના કર્મચારીઓને ખાનગી બાતમી મળી હતી કે કુખ્યાત ચાઇના ગેંગનો લીડર ગોવિંદ પટણી ઉર્ફે પેકલો જે અગાઉ ગુનાઓમાં ફરાર છે અને હાલ અસારવા પાસે મોતીલાલની ચાલીમાં છે.
પોલીસ ઉપર પથ્થરમારો પોલીસ કર્મી ગંભીર રૂપે ઘાયલ
પોલીસને બાતમી મળતાં પોલીસની વિશેષ ટીમ ગોવિંદ ઉર્ફે પેકલા ને ઝડપી પાડવા અસારવા પાસે આવેલ મોતીલાલની ચાલી ખાતે પહોંચ્યા અને ગોવિંદ ઉફે પેકલાને પકડવા તજવીજ હાથધરે ત્યાં જ ચાઇના ગેંગના લીડર ગોવિંદ ઉર્ફે પેકલા ને બચાવવા માટે તેના સાગરીતો દ્વારા પોલીસ ઉપર જબરદસ્ત પથ્થરમારો શરૂ કર્યો. અચાનક થયેલ પથ્થરમારાથી શાહીબાગ પોલીસ પણ ડઘાઈ ગઈ હતી. જેમાં પોલીસકર્મી ભુપેન્દ્રભાઈ ગંભીર રૂપે ઘાયલ થતા ઘાયલ પોલીસ્કારમીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.
પથ્થરમારા વચ્ચે ફાયરિંગ પણ થયું
સુત્રોનું માનીએ તો ચાઇના ગેંગ અને પોલીસ વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા જ્યાં પોલીસ ઉપર ચારે તરફથી પથ્થરમારો થયો અને ચાઇના ગેંગના લીડર ગોવિંદ ઉર્ફે પેકલાને બચાવવા માટે સાગરીતોએ એડીચોટીનું ઝોર લગાવ્યું હતું. સ્થાનિક સુત્રોનું માનીએ તો પોલીસ અને ચાઇના ગેંગના ઘર્ષણમાં ફાયરિંગ પણ થયું છે. પરંતુ શાહીબાગ પોલીસ ફાયરિંગની વાત ને નકારી રહી છે. પોલીસ ચોપડે પથ્થરમારો કરનારા 8 જેટલા લોકોની ધરપકડ નોંધવામાં આવી છે.
ચાઇના ગેંગ
ગુનેગારો પોતાના સામ્રાજ્યને ફેલાવવા માટે નાની મોટી ગેંગ બનાવતા હોય છે તેમાં પણ ખાસ કરીને અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ઘણી જગ્યાએ ટપોરીઓમાં પોતાના માણસો દ્વારા આતંક ફેલાવવા માટે પ્રયાસ કરવામાં આવતો હોય છે અને તે જેમ તેમ કરીને પોતાની નાની મોટી ગેંગ બનાવી લેતા હોય છે આ ગેંગની અંદર અમદાવાદના પૂર્વ વિસ્તારમાં એક ચાઇના ગેંગ ખૂબ ફેમસ છે આ ગેમમાં મુખ્ય સાગરીત પેકલો અગાઉ એક પોલીસ કર્મચારી પર હુમલા પ્રકરણમાં સામે હતો અને હાલ અમદાવાદ શહેરમાં તે પોતાની ગેંગ દ્વારા આતંક મચાવવા માટે પ્રયાસ કરી રહ્યો હતો. પકો ઘણા સમયથી તડીપાર હતો એને પકડવા માટે શહેરની અલગ અલગ પોલીસની ટીમ કામ કરી રહી હતી.