અખિલ ભારતીય શાળાકીય સ્પર્ધા અંડર 19 માટે અમદાવાદના વિવિધ સ્થળો પર 21થી 25 મે દરમિયાન થશે પસંદગી પ્રક્રિયા

ટેનિસ, ચેસ અને જુડોના ખેલાડીઓ રાજ્યકક્ષાની પસંદગી કસોટી માટે કરાવી શકશે નોંધણી
અમદાવાદ જિલ્લા રમત વિકાસ અધિકારી દ્વારા જાહેર કરાયા નોંધણી અને પસંદગીના માપદંડો
દેશભરમાં ખેલકૂદ ક્ષેત્રે યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવતું હોય છે. જે અંતર્ગત અંડર 19 ભાઈઓ અને બહેનો માટે 6થી 13 જૂન દરમિયાન અખિલ ભારતીય શાળાકીય રમત સ્પર્ધાનું આયોજન થનાર છે. જેના માટે રાજ્યકક્ષાએ સીધી પસંદગી કસોટીનું આયોજન અમદાવાદ જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા કરવામાં આવશે. જેનું સમય પત્રક નીચે પ્રમાણે છે.
ક્રમ રમતનું નામ રિપોર્ટિંગ તારીખ અને સમય રિપોર્ટિંગ અને સ્પર્ધા સ્થળ સંપર્ક નંબર
1. ટેનિસ
ભાઈઓ 25/05/2023
સવારે 6થી 7 સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, ખોખરા, રૂક્ષ્મણીબેન હોસ્પિટલની સામે, ખોખરા – અમદાવાદ
સ્પર્ધા સવારે 9 કલાકે શરૂ થશે શ્રી અનિલ મારૂ
મો. 99242 57820
ટેનિસ બહેનો 26/05/2023
સવારે 6થી 7 શ્રી રાહુલ પાટીલ
મો. 76000 14960
2 . બોક્સિંગ
ભાઈઓ 24/05/2023
સવારે 6થી 7 સ્પોર્ટસ હોસ્ટેલ, નિકોલ, ચાણક્ય સ્કુલની સામે, શુકન ચાર રસ્તા પાસે, નિકોલ, અમદાવાદ
સ્પર્ધા સવારે 9 કલાકે શરૂ થશે શ્રી માયા પૌંડેલ
મો. 73895 50391
બોક્સિંગ બહેનો 25/05/2023
સવારે 6થી 7 શ્રી ધવલ વિઠ્ઠલાણી
મો. 97376 67666
3 . ચેસ
ભાઈઓ
24/05/2023
સવારે 7થી 11
રાઈફલ ક્લબ, ખાનપુર, અમદાવાદ
સ્પર્ધા બપોરે 12 કલાકે શરૂ થશે શ્રી જોય ચૌહાણ
મો. 90990 50345
ચેસ બહેનો 24/05/2023
સવારે 7થી 11 શ્રી હાર્દિક મકવાણા
મો. 90166 46213
4 . જુડો
21/05/2023 ભાઈઓ
સવારે 6થી 7 લક્ષ્મણજ્ઞાનપીઠ સંસ્કારધામ, ગોધાવી, સાણંદ, અમદાવાદ
સ્પર્ધા સવારે 10.30 કલાકે શરૂ થશે શ્રી વ્રજ ભૂષણ
મો. 87991 20702
સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારો નીચે મુજબના અધિકારીશ્રી/ કર્મચારીશ્રીનો સંપર્ક કરી શકશે.
–ટેનિસ
ભાઈઓ – અનિલ મારૂ મો. 99242 57820
બહેનો – શ્રી રાહુલ પાટીલ મો. 76000 14960
–ચેસ
ભાઈઓ – જોય ચૌહાણ મો. 90990 50345
બહેનો – હાર્દિક મકવાણા મો. 90166 46213
–બોક્સિંગ
ભાઈઓ- ધવલ વિઠ્ઠાણી, હેડકોચ બોક્સિંગ એસ.એ.જી મો. 74053 31836
બહેનો- માયા પૌડેલ, હેડકોચ બોક્સિંગ એસ.એ.જી મો. 73895 50391
ભાઈઓ- ધવલ પારધી મો. 99255 19657
–જુડો
વ્રજ ભૂષણ, જુડો કોચ, એસ.એ.જી. મો. 87997 20702
ઈચ્છુક રમતવીરો ઉપરોક્ત સંપર્ક નંબર પરથી સ્પર્ધા અને પસંદગી પ્રક્રિયા બાબતે વિશેષ જાણકારી પ્રાપ્ત કરી શકશે.