અમદાવાદ એરપોર્ટ કરોડો ખર્ચાયા છતાં પાણી ફરી વળ્યાં! જુઓ વિડીયો

સામાન્ય વરસાદમાં મુસાફરો પરેશાન
ટ્વીટરના માધ્યમથી મુસાફરે એરપોર્ટની વ્યવસ્થાઓની પોલ ખોલી

પાણી પહેલા પાળ કરવી એ સામાન્ય બુદ્ધિનો વિષય છે. પરંતુ કરોડો રૂપિયાના ખર્ચાઓ છતાં કામગીરીઓ ઉપર પાણી ફરી વળે તો ચોક્કસ આયોજનનો અભાવ ગણી શકાય. જાહેર સેવાને લાગતા તમામ ક્ષેત્રે ચોમાસાની શરૂઆત થતા પહેલા પ્રીમોન્સૂન કામગીરી કરી વરસાદમાં કોઈ અસુવિધાઓ ના થાય તે માટે આયોજન કરવામાં આવે છે. પરંતુ અમદાવાદ સરદાર વલ્લભ ભાઈ પટેલ એરપોર્ટ ખાતે પ્રિમોન્સૂન નું સુરસુરીયું નીકળી ગયું.
આજે સાંજે પડેલા વરસાદના પહેલા ઝાપટાએ એરપોર્ટ તંત્રનું પાણી માપી લીધું. વરસાદના કારણે એરપોર્ટ ની અંદર પાણી ભરાતા મુસાફરોએ ટિવટરના માધ્યમથી ફરિયાદ કરી. અમદાવાદ એરપોર્ટ ખાતે મુસાફરોને અસુવિધાઓ ના થાય તેના માટે કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે ત્યારે નિષ્ફળતાની આ ફરિયાદથી એરપોર્ટ તંત્ર સબક લે છે કે નહીં તે જોવું રહ્યું.