જોરદાર! ૧૨૨ પોલીસકર્મીઓનો કાફલા સાથે રેઇડ અને પકડાયા માત્ર ચાર આરોપીઓ! કહેવાતી પ્રોહીબીશનની ડ્રાઈવની જેમ હવે એનડીપીએસની ડ્રાઈવ

પૂર્વમાં માત્ર ત્રણ જ પોલીસ સ્ટેશનની હદમાં નાર્કોટીક્સની પ્રવૃત્તિ ચાલે છે
રથયાત્રા નજીક આવે એટલે શહેર પોલીસને બ્રહ્મજ્ઞાન આવતું હોય તેમ લાગે છે.અત્યાર સુધી શહેર પોલીસ તડીપારના આરોપી, અને હથિયાર સાથેના આરોપીઓની ધરપકડ કરતી હતી.પરંતુ હવે શહેરના કેટલાક અધિકારો પોતાની વધુ પડતી આગવી સુજનો ઉપયોગ કરીને એનડીપીએસની કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે ઝોન-૫ ડીસીપી દ્વારા પોતાના ઝોનના
પોલીસ સ્ટેશનના પી.આઈ તથા એસીપીની મીટીંગ બોલાવી હતી.અને સુનિયોજિત આયોજન કરવામાં આવ્યું અને ૧૨૨ પોલીસ કર્મીઓની ટીમ બનાવવામાં આવી હતી.માત્ર ત્રણ જ પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી કરવામાં આવી જેમાં ગોમતીપુર, બાપુનગર, રામોલ એમ ત્રણ જ પોલીસ સ્ટેશનમાં નારકોટીક્સની કાર્યવાહી કરવામાં આવી છે.
ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ટોપીમિલના ઢાળ પાસેથી ૮૪ ગ્રામ ગાંજાના જથ્થા સાથે અબ્દુલકાદર મલેક અને વોન્ટેડ મોહમદ શકીલ મણીયારની ધરપકડ કરી હતી. ત્યારબાદ બાપુનગર પોલીસ સ્ટેશનની હદમાં સુન્દરમનગર વિસ્તારમાંથી ૫૧.૯૬ ગ્રામ ગાંજાના જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેવી જ રીતે રામોલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલી ખાનવાડીમાંથી ૩૩.૧૧૦ ગ્રામ ગાંજાના જથ્થા સાથે જરીનાબાનુ પઠાણ અને વોન્ટેડ સોકતઅલી શેખની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે પોલીસે રેડ કરીને કુલ એક મહિલા સહિત છ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. હાલમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.