વટવા વહીવટદારના રાજમાં બેરોકટોક ચાલતી દારૂની હેરાફેરી : SMC નો સપાટો 17 લાખનો દારૂ ઝડપ્યો

– રાજસ્થાનથી આવેલો દારૂ ભરેલો ટ્રક વટવા પાસે પકડાઇ
– એસિડ ભરવાના ટેન્કરમાં અલગ અલગ બ્રાન્ડની દારૂ અને બિયર મળી આવી
– સ્થાનિક પોલીસ બેદરકાર હોવાની ચર્ચાઓ

અમદાવાદ શહેરમાં ફરી એક વખત દારૂનો જથ્થો આવતો હતો તે પહેલા વિજિલન્સ ની ટીમ એડ કરીને આખું ટેન્કર ઝડપી પાડ્યું છે બહારથી જતા કોઈ એસિડનું ટેન્કર જતું હોય તેવું લાગતું હતું પરંતુ તેની અંદર લાખો રૂપિયાનો દારૂ હતો અલગ અલગ બ્રાન્ડની દારૂની બોટલ અને બીયર મળી આવતા પોલીસ ચોકી ઉઠી હતી અને દારૂ ડીલેવરી થાય તે પહેલા જ વિજિલન્સને સફળતા મળી છે.
રથયાત્રા સમયે પોલીસને વિસ્તારમાં પેટ્રોલિંગ કરવાની સૂચના અપાય છે જે સંદર્ભે સ્થાનિક પોલીસ નિષ્ફળ સાબિત થઈ છે અને તેની જાણ બહાર ગાંધીનગર થી આવેલી વટવા વિસ્તારમાંથી દારૂનો જથ્થો પકડવા પોલીસની નિષ્ક્રિય કામગીરી છતી થઈ છે.
ગામડી રીંગ રોડ પર આવેલા ગામડી ચોકડી પાસે એસિડના ટેન્કર ની અંદર દારૂ જતો હોવાની બાતમી વિજિલન્સની ટીમને મળી હતી. પહેલા તો કોઈને પણ અંદાજ ના આવે કે ટેન્કર ની અંદર દારૂ હશે પણ બાથમીના આધારે પોલીસે આ જગ્યાએ આ ટેન્કરને રોકી હતી. ટેન્કર ની અંદર કેમિકલ હશે શંકા ને આધારે પહેલા પોલીસે એક વ્યક્તિને ટેન્કર ખોલવા માટે ઉપર ચડાવ્યો હતો અને ટેન્કર ખોલતા જ ટેન્કરની અંદર અલગ અલગ બ્રાન્ડની દારૂની બોટલ અને બિયરની બોટલો હતી પોલીસે અંદાજે ટેન્કરની અંદરથી 17 લાખનો દારૂ કબજે કર્યો છે જ્યારે આ સમગ્ર રેડ દરમિયાન કુલ 27 લાખથી વધુનું મુદ્દામાલ પણ પોલીસે કબજે કર્યો છે.
એસપી રીંગ રોડ પરથી અનેક વખત દારૂનો જથ્થો પકડાયો છે આ પહેલા પણ એસપી રીંગ રોડ પરથી દારૂની ટ્રકો પકડી છે દારૂની ટ્રકો કટીંગ થવા માટેની આ સિલ્ક રૂટ સમાન છે. આ વિસ્તારના પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ માટે ઘણી લાગવગ લગાવી પડતી હોય છે તેની પાછળ શું કારણ છે ત્યાં જ સ્પષ્ટ થયું નથી પરંતુ અહીંયા સૌથી વધુ આ રિંગ રોડ પર દારૂની ગાડીઓ પસાર થાય છે તે પણ એક મહત્વની બાબત છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે પૂર્વ પોલીસ કમિશનર કેટલાય પોલીસ કર્મચારીઓને સજાના ભાગરૂપે કે કંપનીમાં મૂકી દીધા હતા જેમાંથી વટવા વિસ્તારના ગેર કાનૂની ધંધાને મદદ કરનાર એક પોલીસ કર્મચારીનો પણ સમાવેશ થાય છે જે આજે પણ આ વિસ્તારમાં એક્ટિવ છે જેના વિશે અગાઉ પણ અનેક વિવાદો થયેલા છે હવે ફરીથી આ સમગ્ર પ્રકરણમાં તેની ઇન્કવાયરી થાય તેવી અટકળો શરૂ થઈ છે.