ક્રિકેટ બોલ પકડતા દલિત યુવકનો અંગુઠો કાપ્યો! દલિત સમાજમાં આક્રોશ આરોપીઓ હજી પોલીસ પકડથી દુર

0
ક્રિકેટ બોલ પકડતા દલિત યુવકનો અંગુઠો કાપ્યો! દલિત સમાજમાં આક્રોશ આરોપીઓ હજી પોલીસ પકડથી દુર
Views: 588
1 0
Spread the love
Read Time:3 Minute, 57 Second

ભત્રીજાનો જન્મદિવસ હોઈ આ અંગે તેને લઈને ક્રિકેટ મેચ જોવા માટે ગયા હતા. આ દરમિયાન તેણે બોલ આપતા વિવાદ સર્જાયો હતો. બોલ આપવાને બોલાચાલી સર્જાઈ હતી અને બાદમાં બેથી ત્રણ કારમાં આવેલા શખ્શોએ હુમલો કર્યો હતો.

પાટણ જિલ્લાના કાકોશીમાં ક્રિકેટ જોવા માટે ગયેલા યુવકને સાત જેટલા શખ્શોએ હુમલો કરીને ઈજાઓ પહોંચાડી હતી. ક્રિકેટ મેચ દરમિયાન અનુસૂચિત જાતિના યુવકે ક્રિકેટનો બોલ આપતા જેની પર રોષે ભરાઈને આરોપી શખ્શોએ ટોળુ રચીને હુમલો કર્યો હતો. બોલ હાથમાં પકડનારા યુવકની હાથ અને આંગળીઓ પર માર મારીને ઘાયલ કરી દીધો હતો. આ મામલે કાકોશી પોલીસે ફરીયાદ નોંધીને તપાસ શરુ કરી છે.

કાકોશીની સેલીયા સ્કૂલમાં આવેલા મેદાનમાં આસપાસના ગામના યુવકોની નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલી રહી છે. જ્યાં કાકોશી ગામના જ વણકર વાસમાં રહેતા ધીરજ ભાઈ પરમારે આ અંગે ફરીયાદ નોંધાવી હતી. તેઓ પોતાના ભત્રીજાનો જન્મદિવસ હોઈ આ અંગે તેને લઈને ક્રિકેટ મેચ જોવા માટે ગયા હતા. આ દરમિયાન તેણે બોલ આપવા વિવાદ સર્જાયો હતો. બોલ આપવાને બોલાચાલી સર્જાઈ હતી અને બાદમાં બેથી ત્રણ કારમાં આવેલા શખ્શોએ હુમલો કર્યો હતો.

બોલ આપવાને લઈ હુમલો કર્યો

ક્રિકેટ મેચ દરમિયાન ધીરજભાઈના ભત્રીજા રુદ્રએ ટેનિસ બોલ ગ્રાઉન્ડ પર આપ્યો હતો. જેને લઈ કુલદીપસિંહ રાજપુત નામનો યુવક રુદ્ર પર ગુસ્સે ભરાઈ ગયો હતો અને તેણે તકરાર કરી હતી. આ બાબતે ધીરજભાઈએ યુવક કુલદીપસિંહને કેમ જેમ તેમ બોલો છો કહીને અટકાવ્યા હતા. ત્યાર બાદ મેચ પૂરી થતા બધા ત્યાંથી નિકળી ગયા હતા. પરંતુ એક વ્યક્તિએ ફોન કરીને ગરમી બહુ કરો છો કહીને મારવા માટે મેદાનમાં આવીએ છીએ એમ ધમકીઓ આપી હતી. આ દરમિયાન અમે નજીકમાં સ્કૂલ પાસે પાણીના ટાંકા પાસે બેઠેલા હતા. જ્યાં કેટલાક યુવકો આવ્યા હતા અને વાતનુ સમાધાન કર્યુ હતુ.

પરંતુ બાદમાં આરોપી શખ્શોએ આવીને કિર્તીભાઈને કેટલાક શખ્શોએ આવીને હુમોલ કરીને ઈજાઓ કરી હતી. આ અંગેની અમને જાણ થતા અમે હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યા મારાભાઈ કિર્તીને હાથમાં ઈજાઓ પહોંચી હોવાનુ જોવા મળ્યુ હતુ. તેમ જ પગની પાનીઓ પર વાગેલ હોવાના ચાઠાઓ પડેલા હતા. જ્યારે અંગુઠામાં ઈજા વધારે હોવાને લઈ સર્જરી કરવા માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો. જ્યા પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવી હતી.

આરોપીઓના નામ

કુલદીપસિંહ રાજપૂત રહે. ધનપુરા તા. સિદ્ધપુર. જિ. પાટણ

સિધ્ધરાજસિંહ રહે. મામવાડા તા. સિદ્ધપુર. જિ. પાટણ

રાજુ ઉર્ફે રાજદીપ દરબાર રહે. મામવાડા તા. સિદ્ધપુર. જિ. પાટણ

જસવંતસિંહ રાજપૂત રહે. મામવાડા તા. સિદ્ધપુર. જિ. પાટણ

ચકુભા લક્ષ્મણજી રહે. ધનપુરા તા. સિદ્ધપુર. જિ. પાટણ

મહેન્દ્રસિંહ રહે. મામવાડા તા. સિદ્ધપુર. જિ. પાટણ

Happy
Happy
0 %
Sad
Sad
33 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
67 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed

Translate »