H-ડિવિઝનના ત્રણ પોલીસ મથકોમાં ૭૭ગુનેગારોની તપાસમાં ૨૧ને પકડી પડાયા

Views: 98
Read Time:1 Minute, 3 Second
અમદાવાદ ના પૂર્વ વિસ્તાર માં ઝોન _૫ ના તાબા હેઠળના વિસ્તારમાં કોમ્બિંગ
રથયાત્રાને હવે થોડા દિવસો બાકી રહ્યા છે.જેને પગલે શહેર પોલીસ સતર્કતા દાખવી માથાભારે તત્વો સામે કડક પગલાં ભરી રહી છે.બધાની વચ્ચે રથયાત્રા સંદર્ભે પૂર્વ વિસ્તારમાં ઝોન-૫ ના તાબા હેઠળ આવતા એચ ડિવિઝનના પોલીસ મથકોમાં ખાસ પ્રકારે સર્ચ અને કોમ્બીંગ હાથ ધરાયું હતું.જેમાં એસીપીની આગેવાની હેઠળ ૩ પીઆઈ,૧૩ પીએસઆઇ સહિત ૯૦ પોલીસકર્મીઓનો સ્ટાફ જોડાયો હતો.જેમાં દોઢ કલાકમાં સર્ચ અને કોમ્બીંગ દરમિયાન પોલીસે બાપુનગર,રખિયાલ, ગોમતીપૂરમાં ૭૭ માથાભારે તત્વોના ત્યાં જઈ તપાસ્યા હતા અને તેમાંથી ૨૧ લોકો મળી આવતા તમામની ધરપકડ કરી લીધી હતી.