કૈલાસ માન સરોવર યાત્રા માટેની સહાયમાં વધારો કરવાનો નિર્ણય! ગુજરાતના યાત્રિકોને હવે રૂ. ૫૦ હજાર સહાય અપાશે

Views: 195
Read Time:46 Second
કૈલાસ માન સરોવરની યાત્રાએ જતા ગુજરાતના યાત્રિકોને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી પ્રોત્સાહક સહાયની રકમમાં વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો છે.
મુખ્યમંત્રીએ કરેલા આ યાત્રી સુવિધાલક્ષી નિર્ણય અનુસાર કૈલાસ માન સરોવરની યાત્રાએ જનારા ગુજરાતના યાત્રિકોને યાત્રાળુ દીઠ અગાઉ અપાતી રૂપીયા ૨૩ હજારની પ્રોત્સાહક સહાયમાં વધારો કરીને હવેથી યાત્રાળુ દીઠ રૂ. ૫૦ હજાર સહાય અપાશે.