સબ સલામતના દાવા વચ્ચે ભગવાનના મોસાળમાં મર્ડર! એક મહિલાની હત્યાથી અનેક સવાલો

પાડોશી એ પાડોશી મહિલાની હત્યા કરી…
સામાન્ય બાબતે વાત વકરી…
અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની ૧૪૬મી રથયાત્રા નીકળી રહી છે. ત્યારે કોઈ અનિચ્છનીય ઘટનાના બને તે માટે પોલીસ દવારા સમગ્ર રથયાત્રા રૂટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. ત્યારે પોલીસના ચુસ્ત બંદોબસ્તની વચ્ચે ભગવાન જગન્નાથજીના મોસાળ એવા સરસપુર વિસ્તારમાં એક મહિલાની હત્યા થતા પોલીસ બંદોબસ્ત પર અનેક સવાલો ઉભા થયા છે…
શહેરકોટડા પોલીસ સ્ટેશન એટલે કે ભગવાન જગન્નાથજીના મોસાળ સરસપુરમાં કસ્તુરબાનગર પાસે ચાલીમાં રહેતા સવિતાબેન પટણીનો અગમ્ય કારણોસર અને પાડોશીવચ્ચે બોલાચાલી બાદ વાત વકરતા પડોશમાં રહેતા કૃણાલ દાંતાણી અને અંજલિ દાંતાણીએ સવિતાબેન પટણી ઉપર હીંચયારો હુમલો કરતા ઘાયલ અવસ્થામાં સવિતાબેનને શારદાબેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જ્યાં તેમનું મૃત્યુ થયું.
રથયાત્રાને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અને બીજી બાજુ એક મહિલાની હત્યા થતા શહેરકોટડા પોલીસની હાલત કફોડી થઈ હતી. સવિતાબેન પટણીના પુત્રી જિયાબેન પટણીનું માનીએ તો પોલીસ દ્વારા પ્રારંભિક તબક્કે અકસ્માતે મૃત્યુની ફરિયાદ નોંધાવવા માટે મૃતકના પરિવાર પર દબાણ કર્યું હતું. પણ મૃતક સવિતાબેન પટણીના પરિજનો પોલીસની સમજાવટ માં ના આવતા આખરે પોલીસ દ્વારા કૃણાલ દાંતાણી અને અંજલિ દાંતાણી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી