એક્ટિવા સ્લીપ થતા આધેડ વાહન ચાલકની સ્થળ ઉપર સારવાર અને રૂપિયા 30 હજાર રોકડા સહિત ચેકબુક મોબાઈલ સ્વજનને સોંપ્યા! 108 EMRI ટીમની ઉમદા કામગીરી

અકસ્માતો માટે જાણીતા એવા એસ.જી. હાઇવે થલતેજ ગુરુદ્વારા અંડર પાસ વધુ એકનો ભોગ લે તે પહેલાં 108 ઇમરજન્સી ટીમે ઉમદા કામગીરી કરી. વહેલી સવારે 7:30 વાગ્યે રાજકોટના વતની સંજયભાઈ જગદીશભાઈ ભટેસિયા એસ.જી. હાઇવે પર પકવાન થી થલતેજ તરફ જતા ગુરુદ્વારા અંડરપાસ માં પસાર થતા હતા ત્યારે એકિટવા સ્લિપ થતાં સંજયભાઈ ને માથાના ભાગે ગંભીર ઈજાને કારણે લોહી બહુ નીકળેલુ હતું.
ઘટનાની ગંભીરતા માપી રાહદારીએ 108 ઇમરજન્સી માં કોઈએ ફોન કરતાં નજીકની બોડકદેવ લોકેશનની એમ્બ્યુલન્સ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં અકસ્માત સ્થળ ઉપર જ 108 ઈમરજન્સી ટીમ દ્વારા સંજયભાઈની સારવાર પાટાપિંડી કરીને લોહી બંધ કરી સારવાર આપી હતી. અને તેમની પાસેથી મળેલ 30,000/- રૂપિયા કેશ, ચાવી, મોબાઇલ ફોન,ચેકબુક તેમના બેન કિરણબેન થોડી વાર પછી હોસ્પિટલ પહોંચ્યા ત્યારે 108 ના સ્ટાફ ના પાઈલોટ રવિન્દ્રસિંહ ગોહિલ અને ઈએમટી આશિષ ઠાકોર એ તેમનું વસ્તુ પરત કરી હતી. અને દર્દી ને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે નજીકની સોલા સિવિલ હોસ્પિટલમાં શિફ્ટ કર્યા હતા.