અમદાવાદ પૂર્વમાં રથયાત્રા પહેલા થયું રક્તરંજીત! ૨૪ વર્ષીય ગોપાલને છરીના ઘા મારી બે હત્યારા થયા ફરાર

0
અમદાવાદ પૂર્વમાં રથયાત્રા પહેલા થયું રક્તરંજીત! ૨૪ વર્ષીય ગોપાલને છરીના ઘા મારી બે હત્યારા થયા ફરાર
Views: 888
3 0
Spread the love
Read Time:3 Minute, 44 Second

સમગ્ર શહેરમાં ભગવાન જગન્નાથની ૧૪૬મી રથયાત્રાને લઈને ગૃહવિભાગ દ્વારા વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ત્યારે કુબેરનગર વિસ્તારમાં ખૂની ખેલ ખેલાતા રથયાત્રા પૂર્વે અમદાવાદ રક્તરંજીત થયું છે. ગુનેગારો ૨૪ વર્ષીય ગોપાલ ને છરીના ૪ થી ૫ ઘા મારી ફરાર થતા કેટલાક સવાલો ઉભા થયા છે.

શુ ગુનેગારો થયા છે બેફામ.?
ગુનેગારો પોલીસને ખુલો પડકાર આપી રહ્યા છે.?
સામાન્ય માણસની સલામતી નું શુ.?
દર બીજા દિવસે પૂર્વ વિસ્તારમાં થઈ રહી છે હત્યા ત્યારે શું ગુનેગારો માટે બન્યું અમદાવાદ ક્રાઈમ હબ.?

સરદારનગરમાં નજીવી બાબતે બે શખ્સોએ યુવકને છરીના ઘા મારીને હત્યા કરી

બંને શખ્સો યુવકની પત્નીની મસ્તી કરતા હોવાથી ના પાડતા ઝઘડો થયો હતો

પત્નીએ બંને શખ્સો સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા

અમદાવાદના નરોડા ગામ ભરવાડ વાસમાં રહેતા ગોપાલ ઠાકોર પ્રેમ લગ્ન કરી પોતાની પત્ની સોનલ ઠાકોર સાથે સુખી જીવન જીવતો હતો. ગોપાલ સરદારનગર વિસ્તારમાં આવેલ સંતોષીનગર પાસે પોતાની સાસરીમાં ગયો હતો ત્યાં બે હત્યારાઓ ગોપાલની હત્યા કરી ફરાર થયા.

સરદારનગરમાં યુવક સાસરીમાં ગયો હતો ત્યાં સાસુના ત્યાં કામ કરતા બે કારીગરો યુવકની પત્નીની મસ્તી કરતા હતા. જેથી યુવકે મસ્તી કરવાની ના પાડતા ઝઘડો થયો હતો. તેની અદાવતમાં બંને શખ્સો રાત્રીના સમયે ફરીથી પરત આવીને યુવકને બહાર રોડ પર લઇ જઇને છરીના ઘા અને લાતો મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ અંગે યુવકની પત્નીએ પોલીસ સ્ટેશનમાં બંને શખ્સો સામે હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.

નરોડા ભરવાડવાસમાં સોનલબેન ઠાકોર પરિવાર સાથે રહે છે. તેમના પતિ ગોપાલભાઇ છુટક મજૂરી કરે છે. ગત 18 જૂને સાંજના સમયે સોનલબેન તેમની માતાના ઘરે હાજર હતા તે સમયે ગોપાલભાઇ પણ ત્યાં આવ્યા હતા. તે દરમ્યાન તેમની માતાના ત્યાં કામ કરતા કિરણ ઉર્ફે ટીકડી તવર અને હિતેષ પરમાર પણ ત્યાં આવ્યા હતા અને કિરણ સોનલબેનની મસ્તી કરતો હોવાથી ગોપાલભાઇએ તેને મસ્તી કરવાની ના પાડતા તેમની વચ્ચે બોલાચાલી થઇ હતી. તે વખતે કિરણ અને હિતેષ ત્યાંથી જતા રહ્યા હતા. પરંતુ રાત્રીના સમયે કિરણ અને હિતેષ ફરીથી પરત આવ્યા હતા અને ગોપાલભાઇને બહાર રોડ પર લઇ ગયા હતા. ત્યારબાદ કિરણે ગોપાલભાઇના હાથ પકડ્યા હતા અને હિતેષે ઉપરાછાપરી છરીના ઘા અને લાતો મારીને મોતને ઘાટ ઉતાર્યા હતા. બૂમાબૂમ થતા આસપાસના અને પરિવારજનો ભેગા થતા બંને શખ્સો ત્યાંથી નાસી ગયા હતા. આ અંગે પત્ની સોનલબેને બંને શખ્સો સામે હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોધાવતા પોલીસે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Happy
Happy
0 %
Sad
Sad
75 %
Excited
Excited
25 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed

Translate »