ભાજપ ની ઓર્ગેનિક ખેતી નીતિ સંપૂર્ણ નિષ્ફળ! સમગ્ર દેશ માં PKVY હેઠળ ૧૦,૨૭,૮૬૫ ઓર્ગેનિક ખેતી કરતા લાભાર્થી ખેડૂતો છે, જેમાં ગુજરાતના એક પણ ખેડૂત નહિ

0
ભાજપ ની ઓર્ગેનિક ખેતી નીતિ સંપૂર્ણ નિષ્ફળ! સમગ્ર દેશ માં PKVY હેઠળ ૧૦,૨૭,૮૬૫ ઓર્ગેનિક ખેતી કરતા લાભાર્થી ખેડૂતો છે, જેમાં ગુજરાતના એક પણ ખેડૂત નહિ
Views: 184
0 0
Spread the love
Read Time:5 Minute, 7 Second


• છેલ્લા ૬ વર્ષ માં ઓર્ગેનિક ખેતી  થતી જમીનમાં એક ઈંચ નો વધારો નથી: લોકસભા માં અપાયેલા જવાબ મુજબ

• ૯૬૦૦૦૦૦ હેક્ટર જમીન માં માત્ર ૩૨૦૯૨ હેક્ટર માં થઈ રહી છે ઓર્ગેનિક ખેતી.

• વર્ષ ૨૦૨૧- ૨૦૨૨ માં પરંપરાગત કૃષિ વિકાસ યોજના (PKVY) હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા અપાતા રૂપિયા માં ગુજરાત ને ઠેંગો.: કારણ ધીમું અમલીકરણ અને ફંડ્સ નો નહિવત ઉપયોગ.


• ૬ વર્ષ જૂની એક માત્ર ઓર્ગેનિક યુનિવર્સિટી માં ચાલે છે માત્ર એક કોર્સ.

• વર્ષ ૨૦૨૦-૨૦૨૧ અને ૨૦૨૧-૨૦૨૨ માં PKVY હેઠળ ઓર્ગેનિક ખેતી પાછળ સુન્ય વપરાશ.

   
રાજ્યમાં ખેતીને લઈને ચિંતન વ્યક્ત કરતા  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ ભાજપ સરકારની ખેતીલક્ષી નિર્ણયો અને નીતિ ઉપર આકરા પ્રહાર કરતા જણાવાયું હતું કે ગુજરાત સરકાર ની ઓર્ગેનિક ખેતી નીતિ સંપૂર્ણ નિષ્ફળ નીવડી છે. લોકસભા માં અપાયેલ જવાબ મુજબ છેલ્લા ૬ વર્ષ માં ઓર્ગેનિક ખેતી ની જમીન માં એક ઇંચ નો પણ વધારો થયો નથી.

ભાજપ સરકાર દ્વારા દર વર્ષે ઓર્ગેનિક ખેતી ના નામે બજેટ માં કરોડો ની જાહેરાત થાય છે પણ ગુજરાત ના ખેડૂતો ને પ્રોત્સાહિત કરવા માં નિષ્ફળ ગયા છે. સમગ્ર ગુજરાત માં આશરે ૯૬૦૦૦૦૦ હેક્ટર જમીન માં ખેતી થાય છે તેમાં માત્ર ૩૨૦૯૨.૫૧ હેક્ટર જમીન માં ઓર્ગેનિક ખેતી થઈ રહી છે.

વર્ષ ૨૦૧૪- ૨૦૧૫ માં ૩૦,૦૯૨ હેક્ટર માં ઓર્ગેનિક ખેતી થતી હતી , તેમાં વર્ષ ૨૦૧૫-૨૦૧૬ માં ૨૦૦૦ હેક્ટર નો વધારો થયો. ત્યારબાદ ૨૦૧૬ થી ૨૦૨૨ સુધી માં ઓર્ગેનિક ખેતી ની જમીન માં એક ઇંચ નો પણ વધારો થયો નથી.

કેન્દ્ર સરકાર દ્વારા ઓર્ગેનિક ખેતી ને પ્રોત્સાહન આપવા માટે પરંપરાગત કૃષિ વિકાસ યોજના (PKVY) ને લોન્ચ કરવા માં આવી હતી. ગુજરાત રાજ્ય માં પોતાની ઓર્ગેનિક ખેતી નીતિ ભૂતકાળમાં લાગુ કરવા માં આવી હતી, જે હાલમાં ખેડૂતો ને ઓર્ગેનિક ખેતી તરફ આકર્ષવા માં નિષ્ફળ ગયી છે. PKVY હેઠળ સમગ્ર દેશ માં ૧૦,૨૭,૮૬૫ ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતો છે, જ્યારે તે લીસ્ટ માં ગુજરાત ના એક પણ ખેડૂત નથી.

શું ગુજરાત ના ખેડૂતો PKVY યોજના ના લાભાર્થી નથી? PKVY હેઠળ વર્ષ  ૨૦૨૧-૨૦૨૨ દરમિયાન દેશ માં ૮૧૮૪.૮૧ કરોડ રિલીઝ કરવા માં આવ્યા પણ ગુજરાત ને (૦) રૂપિયા આપવામાં આવ્યાં છે. લોકસભા ના જવાબ મુજબ PKVY હેઠળ છેલ્લા બે વર્ષ ૨૦૨૦-૨૧ અને ૨૦૨૧-૨૨  માં ગુજરાત સરકાર દ્વારા ઓર્ગેનિક ખેતી ના ખેડૂતો ને આકર્ષવા માટે કે પ્રોત્સાહિત કરવા એક પણ પૈસો વાપરવા માં આવ્યો નથી.

ગુજરાત સરકાર આનન ફાનન માં મોટી જાહેરાતો તો કરી નાખે છે પણ અમલીકરણ માં મીંડું હોય છે. ગુજરાત સરકાર દ્વારા ઓર્ગેનિક ખેતી યુનિવર્સિટી ની ૬ વર્ષ પેહલા જાહેરાત કરવા માં આવી હતી, તેમાં પણ માત્ર એક કોર્સ ચલાવવા માં આવી રહ્યો છે. ખેડૂત લક્ષી જાહેરાતોથી ખેડૂતોનું ભલુ નહીં થાય, સાચા અર્થમાં ખેડૂતો માટેની નીતિ નિયત સાથેના અમલીકરણથી જ શક્ય બની શકે છે. ગુજરાતની સરકારમાં ક્યાંક નિયત અને અમલીકરણ બેવમાં ખામી હોય તે આ વિગતો સ્પષ્ટ દર્શાવી રહી છે.

ગુજરાતમાં PKVY હેઠળ ઓર્ગેનીક ખેતી થતી હોય તેટલી જમીન હેક્ટરમાં
વર્ષ.                જમીન હેક્ટરમાં
૨૦૧૪-૧૫         ૩૦૦૯૨.૫૧
૨૦૧૫-૧૬         ૨૦૦૦
૨૦૧૬-૧૭         ૦૦૦૦
૨૦૧૭-૧૮         ૦૦૦૦
૨૦૧૮-૧૯         ૦૦૦૦
૨૦૧૯-૨૦         ૦૦૦૦
૨૦૨૦-૨૧         ૦૦૦૦
૨૦૨૧-૨૨        ૦૦૦૦

PKVY હેઠળ ઓર્ગેનીક ખેતી કરતા લાભાર્થી ખેડૂતો
૧૦૨૭૮૬૫ –
ગુજરાતમાં કુલ ખેતી લાયક જમીન
આશરે ૯૬,૦૦,૦૦૦ હેક્ટર

ગુજરાતમાં ઓર્ગેનીક ખેતી થતી જમીન
૩૨૦૯૨.૫૧ હેકકટર

Happy
Happy
0 %
Sad
Sad
100 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed

Translate »