નરોડામાં કોન્સ્ટેબલ પતિને સહકર્મચારી સાથે પ્રેમ થઈ ગયો!

સહિત સાસરિયાઓએ શિક્ષિકાને સંતાન ન થતા ત્રાસ આપ્યો
પતિને સહકર્મચારી સાથે પ્રેમ થતા મૈત્રી કરાર કરીને પત્નીને છુટાછેડા લેવા ધમકી આપતો
પત્નીએ પતિ,પ્રેમિકા અને સાસરિયાઓ સામે નોધાવી ફરિયાદ
નરોડામાં લગ્નના ઘણા વર્ષો બાદ સંતાન ન થતા પતિ સહિતના સાસરીયા પુત્રવધૂને વાંજણી કહી ત્રાસ આપતા હતા. આ દરમિયાન કોન્સ્ટેબલ પતિને તેની જ સહકર્મચારી સાથે પ્રેમ સંબંધ હોવાનું સામે આવ્યું હતું. ઉપરાંત બન્નેએ મૈત્રી કરાર પણ કરી લીધાના દસ્તાવેજ પત્નીને મળ્યા હતા. આ મામલે પત્નીએ પતિની પુચ્છા કરતા તેણે ધમકી આપી હતી.
ઉપરાંત પતિ અવાર નવાર છુટાછેડા લેવા માટે ધાક ધમકી આપતો હતો. જ્યારે પતિની પ્રેમીકાએ પણ પરણિતાને ધમકી આપી હતી. આવી ધમકીઓ અને ત્રાસથી કંટાળી પત્નીએ પતિ, પતિની પ્રેમીકા સહિતના સાસરીયા સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
નરોડામાં 30 વર્ષિય મહિલા પતિ સાથે રહે છે. અને સાબરકાંઠામાં આવેલ સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષીકા તરીકે ફરજ બજાવે છે તેમજ મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. તેમના લગ્ન વર્ષ 2012માં થયા હતા. લગ્નને થોડો સમય થયો છતા સંતાન ન હોવાથી સાસરિયાઓ બાળક કેમ નથી થતું તુ વાંઝણી છે કહી ત્રાસ આપવા લાગ્યા હતા.
જે બાદ પતિએ જણાવ્યું હતું કે, બાળકો થતા નથી તેથી તુ મને છુટાછેડા આપી દે. જો કે, પત્નીએ ઇનકાર કરી દેતાં પતિએ ઉશ્કેરાઇને બિભત્સ ગાળો બોલીને તુ છુટાછેડા નહીં આપે તો હું તને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. પતિનો ફોન ચેક કરતા તેની સહકર્મચારી સાથે જ લફરું હોવાનું સામે આવ્યું હતું. જેથી આ બાબતે પત્નીએ પતિની પુચ્છા કરતા પતિએ ઝઘડો કરી માર માર્યો હતો અને કહ્યું હતું કે, મારે પ્રેમિકા સાથે લગ્ન કરવા છે તુ છુટાછેડા આપી દે.પછી પતિની પ્રેમીકાને ફોન કરી પતિ સાથે સબંધ ન રાખવા જણાવ્યું હતું ત્યારે પ્રેમીકા ગુસ્સે થઇ ગઇ હતી અને ગાળો બોલવા લાગી હતી. તેણે કહ્યું હતું કે, તુ છુટાછેડા આપી દે કહી ફોન કાપી નાંખ્યો હતો.
બીજી તરફ 29 મે 2023ના રોજ પ્રેમીકાએ પતિ સાથે મૈત્રીકરાર કરી લીધાના ફોટા મોકલી આપ્યા હતા. જ્યારે પતિએ સાસુ, સાળાએ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. 5 જુનના રોજ પત્ની ઘરે હતી ત્યારે પતિ આવ્યો હતો અને હું તારી સાથે રહેવા માગતો નથી તારી પાસે મારા જૈ પૈસા છે તું મને આપી દે. આટલું કહ્યા બાદ પતિ રસોડામાંથી ચાકુ લઇ આવ્યો હતો. જેથી પત્નીએ 100 નંબર પર ફોન કરતા પતિએ આત્મહત્યાની ધમકી આપી હતી. આ અંગે મહિલાએ પતિ, પ્રેમિકા સહિત સાસરિયા સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.